જીમેઇલે રજુ કર્યો ઓફલાઇન મોડ: ઇન્ટરનેટ વિના આ રીતે મોકલી શકશો ઇમેઇલ

| Updated: June 29, 2022 10:33 am

જીમેઇલે દરેક યુઝર માટે ઓફલાઇન મોડ રજૂ કર્યો છે. નવા ઓફલાઇન ફિચરથી મેઇલ વાંચવા,તેનો જવાબ આપવા અથવા મેઇલસર્ચ કરવા ઇન્ટરનેટની જરુર નથી. ખાસ કરીને ઇન્ટરનેટ કનેક્શનની સમસ્યા ધરાવતા વિસ્તારોમાં રહેતા લોકો માટે આ ઓફલાઇન ફીચર મદદરૂપ સાબિત થશે.

ગૂગલ સપોર્ટ પેજ અનુસાર, ઓફલાઇન મોડનો ઉપયોગ કરવા માટે યૂઝર્સે mail.google.com પર જવું પડશે. ગૂગલ કહે છે કે આ લિંકને બુકમાર્ક કરવી જોઇએ.

ઉલ્લેખનીય છે કે, જો તમારું જીમેઇલ એકાઉન્ટ તમારી સ્કૂલ કે વર્ક એકાઉન્ટ સાથે જોડાયેલું છે તો એડમિનને સેટિંગ્સ બદલવાની જરૂર પડશે.

ગૂગલનાં જણાવ્યા મુજબ તમે સામાન્ય મોડમાં બ્રાઉઝ કરી રહ્યા હોવ ત્યારે જીમેઇલ ઓફલાઇન ગૂગલ ક્રોમ પર જ કામ કરશે. ઇન્કોગ્નિટો મોડમાં તે કામ નહીં કરે. જીમેઇલ ઓફલાઇન મોડને એકટિવેટ કરવા નીચેનાં સ્ટેપ્સને અનુસરો.

– mail.google.com ઓપન કરો.

-ઇનબોક્સમાં, સેટિંગ્સ અથવા કોગવ્હીલ બટન પર ક્લિક કરો.

– હવે “સી ઓલ સેટિંગ્સ” ઓપ્શન પર ક્લિક કરો.

– ત્યારબાદ”ઓફલાઇન” ટેબ પર ક્લિક કરો.

– “એેનેબલ ઓફલાઇન” ચેકબોક્સ પર ક્લિક કરો.

-જીમેઇલમાં નવું સેટિંગ ઓપન થશે

-તમે તમારા જીમેઇલસાથે સિન્ક કરવા માંગતા હોય તેવા ઇમેઇલના દિવસો પસંદ કરી શકો છો.

-ગૂગલ તમારા કમ્પ્યુટર પર બાકી રહેલી સ્પેસ બતાવશે, અને કમ્પ્યુટર પર ઓફલાઇન ડેટા રાખવાનો ઓપ્શન પણ આપશે. કમ્પ્યુટરમાંથી તમામ ઓફલાઇન ડેટાને દૂર કરવાનો ઓપ્શન પણ છે.

-હવે “સેવ ચેન્જીસ” ઓપ્શન પર ક્લિક કરો.જીમેઇલ ઓફલાઇન મોડ તમારા કમ્પ્યુટર પર એક્ટિવેટ થઇ જશે.

Your email address will not be published.