ફેણી અને સૂરાપાનની કળા ને સમર્પિત ગોવાનું મ્યુઝિયમ

| Updated: September 24, 2021 5:13 pm

“ઓલ અબાઉટ આલ્કોહોલ” એ ગોવાના ઇતિહાસ અને સંસ્કૃતિને પ્રદર્શિત કરવા માટે કંડોલીમ ખાતે 13,000 ચોરસ ફૂટમાં ફેલાયેલી મિલકત પર ઉભું કરાયેલું પાંચ રૂમનું સંગ્રહાલય છે.. આ મ્યુઝિયમના કેન્દ્રમાં ગોવાનું વિખ્યાત પીણુ  “ફેણી “છે. કાજૂમાં આથો લાવીને કઈ રીતે એમાંથી આલ્કોહોલ કાઢવામાં આવે છે, એનું દસ્તાવેજીકરણ આ સંગ્રહાલયમાં જોવા મળે છે.

ફેણીનું ઉત્પાદન, પરિવહન અને વપરાશ સદીઓથી થાય છે. “સૂરાપાનની કળા” ને સમર્પિત આ મ્યુઝિયમ, ઉદ્યોગપતિ અને કલાસંગ્રાહક નંદન કુડચડકરનું નવીનતમ સાહસ છે.

“મારા માટે, ફેણી મારી માતૃભૂમિ માટે એક ગીત છે,” નંદન માહિતી આપે છે. મંદિરને રાખવા માટેની હજારો રંગરંગીન ગરાફિઝ (કાચની મોટી બોટલ) મ્યુઝિયમનો શણગાર છે. સંગ્રહાલયમાં 1950 ના દાયકાના કાજુ અને નાળિયેર ફેની રાખવા માટેનું પોતાનો ભોંયરું છે. આ મ્યુઝિયમ થકી કુડચડકર સુરા પરથી સ્પોટલાઇટ ખસેડીને એની પાછળની વાર્તા પર ધ્યાન લઈ જવા ઈચ્છે છે.

ગોવાના વતની આર્માન્ડો ડુઆર્ટે દ્વારા આયોજિત, મ્યુઝિયમ પ્રવાસ 30 મિનિટનો છે , જેના અંતે મુલાકાતીઓ મ્યુઝિયમના પોતાના મિક્સોલોજિસ્ટ લિયોનેલ ગોમ્સ દ્વારા તૈયાર કરવામાં આવેલ ફેણી ની કોકટેલ ચાખી શકે છે. .આ સંગ્રહાલય આલ્કોહોલ સંબંધિત ચીજોનો પ્રભાવશાળી સંગ્રહ દર્શાવે છે. 16 મી સદીના માપવાના સાધનો, રશિયામાંથી મેળવેલ દુર્લભ ક્રિસ્ટલ બીયર હોર્ન, લાકડાના પ્રાચીન શોટ ડિસ્પેન્સર, કાદવના જુના વાસણો, બીકર અને વિશ્વભરના કાચનાં વાસણો, નંદન કુડચડકરના વ્યક્તિગત સંગ્રહમાંથી લેવામાં આવેલા છે. તેમ છતાં તે કહે છે, “તમે અહીં જે જુઓ છો તે મારી પાસે જે છે તેનો પાંચમો ભાગ પણ નથી” આગામી મહિનામાં, તે મ્યુઝિયમમાં વધુ પાંચ રૂમ ઉમેરવાની અને તેના સંગ્રહમાંથી વધુ રત્નો ઉમેરવા ધારે છે.

મ્યુઝિયમ -નિર્માતાનો ઉદ્દેશ ગોવાવાસીઓ માટે લોકોના મન પરની છાપ બદલવાનો છે, જેમ કે બોલીવુડની ફિલ્મોમાં એમને કાયમ દારુના નશામાં ડૂબેલા બતાવાય છે. અમે 1500 ના દાયકામાં બનાવેલા ગ્લાસમાંથી મદિરાપાનનું સૌંદર્ય બતાવીશું અને ભૂતકાળની કેટલીક ઉત્તમ કાચની ફેક્ટરીઓ કેવી રીતે નાશ પામી તેની માહિતી આપીશું. નંદન કહે છે.

Your email address will not be published. Required fields are marked *