નડાબેટ પાસે બીએસએફ જવાને સર્વીસ રાઇફલથી આત્મહત્યા કરી

| Updated: January 26, 2022 6:58 pm

બનાસકાંઠાના નડાબેટ પાસે બીએસએફ જવાને પોતાની સર્વીસ રાઇફલથી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે, જવાનના મૃતદેહને પીએમ માટે અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, બીએસએપ જવાનના મોતનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. આ અંગેની જાણ થતાં બીએસએફના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. આ અંગેની જાણ ઉપરી અધિકારીઓને પણ કરી દેવામાં આવી છે.

ઘટનાની વિગતો એવી છે કે નડાબેટ પાસે બીએસએફ જવાન ફરજ બજાવતો હતો. નડાબેટ થી 0 પોઈન્ટ તરફની ચેકપોસ્ટ પર જવાન સંતરી તરીકે ડયુટી કરતા હતા. આજે તેઓ પોતાની રૂમમાં એકલા હતા ત્યારે પોતાની સર્વિસ રાઇફલ થી જાતે ફાયરીંગ કરી આત્મહત્યા કરી લીધી હતી, અચનાક ફાયરીંગનો અવાજ આવતા અન્ય જવાનો દોડી આવ્યા હતા અને જવાનને મૃત હાલતમાં જોયો હતો. જવાને પોતાની સર્વીસ રાઇફલથી જાતે જ ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી.

બીએસએફ જવાને આત્મહત્યા કરી લીધી હોવાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને જવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો. હાલમાં જવાને કયાં કારણોસર આત્મહત્યા કરી તે અંગે કોઇ જ વિગતો જાણવા મળી નથી. આ ઉપરાંત આત્મહત્યા કરનાર જવાન કયાંનો છે અને કેટલા સમયથી બીએસએફમાં ફરજ બજાવતો હતો તે અંગે હજી સુધી કંઇ જ જાણવા મળ્યું નથી.

Your email address will not be published.