ગોંડલ એપીએમસી બોર્ડની આજે ચૂંટણી

| Updated: October 13, 2021 8:33 am

ગોંડલ એપીએમસીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ખેડૂત વિભાગ ની 10 બેઠકો માટે આજે સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન હાથ ધરવામાં આવશે. ગુજરાતનું સૌથી મોટા હોલસેલ માર્કેટ એવા ગોંડલ એપીએમસીમાંમાં ભાજપ સમર્થિત વર્તમાન ચેરમેન ગોપાલ શિંગાલા સહીતના ઉમેદવારોની પેનલ, રાજુ સખિયાની આગેવાની હેઠળની કોંગ્રેસ સમર્થિત પેનલ સામે ટકરાશે. કુલ 18 ઉમેદવારો માંથી 10 ભાજપ અને બાકીના કોંગ્રેસ સમર્થિત છે.

ખેડૂત વિભાગમાં 616 નોંધાયેલા મતદારો છે જે એપીએમસી યાર્ડ પર બે મતદાન મથકોમાં મતદાન કરશે. ગુરુવારે મતગણતરી થશે,

ભાજપ સમર્થિત પેનલમાં મુદત મુતી થતા બોર્ડ ઓફ ડિરેક્ટરમાં ના આઠમાંથી છ સભ્યો છે. તેમાં વર્તમાન ચેરમેન ગોપાલ શિંગાળા, નાગજીભાઈ પચાણી, કચરાભાઈ વૈષ્ણવ, ધીરુભાઈ સોરઠીયા, મગનભાઈ ઘોણીયા અને કુરજીભાઈ ભાલાલાનો સમાવેશ થાય છે.

કોંગ્રેસના રાજુ સખિયા સામેની પેનલની આગેવાની કરે છે. ગોંડલ તાલુકામાં ગ્રામ્ય કક્ષાની સહકારી મંડળીઓના સભ્યો આ ચૂંટણીમાં મત આપવા માટે લાયક ઠરે છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે આ સહકારી મંડળીઓનું નિયંત્રણ પૂર્વ મંત્રી અને ભાજપના નેતા જયેશ રાદડીયાના નેતૃત્વ વાળી રાજકોટ જિલ્લા સહકારી બેંક કરે છે.

Your email address will not be published. Required fields are marked *