શેરડી પકવતા ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, મોદી સરકારે કર્યો આ નિર્ણય

| Updated: August 3, 2022 4:26 pm

મોદી કેબિનેટની બુધવારે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.આ બેઠકમાં શેરડી પકવતા ખેડૂતો માટે એક મોટો નિર્ણય લેવાયો છે.શેરડીના યોગ્ય અને લાભકારી ભાવમાં કર્યો 15 રુપિયાનો વધારો કરવામાં આવ્યો છે.શેરડીના ખેડૂતોને ક્વિન્ટલ દીઠ 15 રુપિયા વધારે મળશે તેવી આ બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે

15 રુપિયા વધારીને ક્વિન્ટલ દીઠ 305 રુપિયા કરવાનો નિર્ણય આ બેઠકમાં કરવામાં આવ્યો છે આ નિર્ણયના કારણે ખેડૂતોની આવકમાં વધારો થશે,જે હેતુ ને લઇને મોદી સરકાર દ્રારા આ નિર્ણય કરાયો છે.ખેડૂતો માટે મોદી સરકાર દ્રારા અનેક યોજનાઓ લાવવામાં આવે છે પરંતુ પાક જયારે બજારમાં વહેંચવાની વાત આવે ત્યારે પુરતા ભાવ નથી મળતા.પરંતુ આ શેરડીના ખેડૂતોને મળશે મોટી રાહત મળશે. મોદી સરકારે FRPમાં કર્યો 15 રુપિયાનો વધારો ખેડૂતોને લાભદાયક બનશે

પીએમ મોદીના ગરીબ કલ્યાણ અભિગમને રાજ્ય સરકાર 100 ટકા સાકાર કરશે

મુખ્યમંત્રીએ પી.એમ. સ્વનિધિ ઉત્સવમાં કહ્યું કે, ગુજરાતમાં નાનો ધંધો-વ્યવસાય કરતા 2 લાખ 35 હજાર શેરીફેરિયાઓને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અન્વયે રૂપિયા 263 કરોડની સહાય આપવામાં આવી છે. નાના વ્યવસાયકારો, ગરીબ માનવીઓ, ફેરિયાઓને કોવિડ મહામારીને કારણે આવેલા કપરા સમયમાંથી બહાર લાવી આર્થિક આધાર આપવા વડાપ્રધાનએ ‘સૌના સાથ, સૌના વિકાસની’ નેમ અને પરિવારભાવથી આ યોજના શરૂ કરી છે. સમગ્ર દેશમાં આ પરિવારભાવ જાગે અને સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ સાથે સૌના પ્રયાસથી આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનો સંકલ્પ પાર પાડવા તેમણે સૌને પ્રેરણા આપી હતી.

Your email address will not be published.