આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ એક વીડિયો દ્વારા મીડિયાને સંબોધી હતી. તેઓએ સીઆર પાટીલને આડેહાથ લીધા હતા. ગોપાલ ઈટાલીયાએ કહ્યું કે આપણે બધા જાણીએ છીએ કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કટ્ટર દેશભક્ત અને ઈમાનદાર વ્યક્તિ છે. દેશમાં શિક્ષણ આરોગ્ય ભ્રષ્ટાચાર વીજળી પાણી રોજગાર જેવા મુદ્દાઓ પર ઐતિહાસિક કામ કરીને રાજકારણની શરૂઆત કરનાર વ્યક્તિ છે. આજે સમગ્ર દેશમાં દિલ્હીની આરોગ્ય વ્યવસ્થાની શિક્ષણ વ્યવસ્થાની અને સુશાસનની ચર્ચા ચાલી રહી છે. લોકો ઈચ્છે છે કે દરેક રાજ્યમાં આમ આદમી પાર્ટીની સરકાર બને.
અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આવીને સારી શાળાઓ, સારી હોસ્પિટલો, વીજળી, સિંચાઈ અને પીવાનું પાણી આપવાનો હિસાબ આપે છે, ત્યારથી વર્ષોથી ભ્રષ્ટાચાર કરીને ખૂબ ભ્રષ્ટ થઈ ગયેલા, હંમેશા વાદ-વિવાદ, ભ્રષ્ટાચાર અને ગુંડાગીરીથી ચૂંટણી જીતનારાઓના પેટમાં તેલ રેડાયું. એટલા માટે મહાઠગ અને પૂર્વ બુટલેગર સી.આર.પાટીલ જેવા લોકો અરવિંદ કેજરીવાલ માટે કંઈ પણ બકવાસ કહી રહ્યા છે. મારે આવા લોકોને કહેવું છે કે સી.આર.પાટીલ વિરુદ્ધ સત્તાવાર લિંબાયત પોલીસ સ્ટેશનમાં 420 નો કેસ નોંધાયેલ છે. અમદાવાદના મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચેક રિટર્નનો 138નો કેસ નોંધવામાં આવ્યો છે. સુરત કોર્ટમાં ચેક રિટર્નના કેસ પણ થયા છે. તેઓએ ગામના આખા પૈસાની છેતરપિંડી કરીને ખોટા ચેક આપ્યા છે. જેના ચેક રિટર્ન અને 420 કેસ પોતાની સામે થયા છે.
જેણે ડાયમંડ જ્યુબિલી બેંકનો 58 કરોડનો ભ્રષ્ટાચાર કરયો છે. જેમની સામે 107 જેટલી સિવિલ એપ્લીકેશન ચાલી રહી છે, આટલા મોટા ગુંડા સી.આર.પાટીલને અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ એકપણ શબ્દ બોલવાનો અધિકાર નથી. ગુજરાત આવા મોટા ગુંડાઓના હાથમાં છે.
એક તરફ અરવિંદ કેજરીવાલ કહી રહ્યા છે કે હું સારી શાળા બનાવીશ, સારી હોસ્પિટલ બનાવીશ તો બીજી તરફ બીજેપીના લોકો કહે છે કે કેજરીવાલ ગુંડા છે. આપણે નક્કી કરવાનું છે કે આપણે કયા મુદ્દાને મહત્વ આપવું છે. કેજરીવાલના મુદ્દાને મહત્વ આપવું કે મહાઠગ સી.આર.પાટીલ પૂર્વ બૂટલેગરના મુદ્દાને મહત્વ આપવું. મને ખાતરી છે કે ગુજરાતના યુવાનો આવા મહાઠગ અને પૂર્વ બૂટલેગરોને ઘરનો રસ્તો બતાવશે અને અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના શિક્ષિત લોકોને તક આપશે.