IT ક્ષેત્રના રોકાણકારો માટે સરકારે લાલ ઝાઝમ બિછાવી: જીતુ વાઘાણી

| Updated: August 3, 2022 1:51 pm

સાયન્સ અને ટેકનોલોજી વિભાગ, રાજ્ય માટે મહત્વનું MOU, L& T એ IT ક્ષેત્રમાં 7000 કરોડનું રોકાણ થયું છે. સરકાર રોકાણકારો માટે લાલ જાજમ બિછાવીને સરકારે મહત્વના નિર્ણયો લીધા છે. આ માટે 13 સ્થાનિક અને વૈશ્વિક It કંપની સાથે 2400 કરોડના સૂચિત MOU કર્યા છે.

જીતુ વાઘણીએ જણાવ્યું કે, મારા વિભાગ દ્વારા અધિકારીઓ કંપનીઓ સાથે વાટાઘાટ કરી રોકાણ લાવવા સફળ થયા છે. IT ક્ષેત્રે નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ રોકાણો માટે પ્રયત્ન કરી રહ્યા છે. આપણા રાજ્યની પોલિસી અન્ય રાજ્યની તુલનામાં સ્વીકૃત બની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દ્રષ્ટિવંત નેતૃત્વમાં રાજ્ય સરકારે જાહેર કરેલી IT અને ITeS (2022-27) પોલિસીને વ્યાપક ફળદાયી પ્રતિસાદ મળી રહ્યો હોવાની વાત જીતુ વાઘાણીએ કરી હતી.

મહત્વના ઉદ્યોગ જૂથ લાર્સન એન્ડ ટુબ્રો લિમીટેડ દ્વારા વડોદરા નજીક IT અને ITeS ઇનેબલ્ડ સર્વિસીસ ટેક્નોલોજી પાર્ક સ્થાપવા માટે રાજ્ય સરકાર સાથે MoU કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ અને L&T એ કર્યા હતા.

ગુજરાતમાં IT અને ITeS પોલિસી અંતર્ગત વિવિધ આઇ.ટી કંપનીઓ, ઉદ્યોગોની વ્યૂહાત્મક ભાગીદારી સાથે રાજ્યની IT ઇકો સિસ્ટમને વધુ વિકસાવવામાં આ MoU એક સિમાચિન્હ બની રહેશે.

L&T આગામી પાંચ વર્ષમાં રાજ્યમાં આ આઇ.ટી. પાર્કમાં 7 હજાર કરોડ રૂપિયાનું મુડીરોકાણ કરશે, વડોદરામાં સ્થપાનારા આ ટેક્નોલોજી પાર્કમાં એક જ વર્ષમાં બે હજાર ઇજનેરો અને અન્ય જગ્યાઓ માટે રોજગાર અવસર મળતા થશે. આગામી પાંચ વર્ષમાં ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ એમ્પ્લોયમેન્ટ મળી કુલ 10 હજાર જેટલી સૂચિત રોજગારી પૂરી પાડવાનું L&T નું આયોજન છે. સરકારે મજબૂત નીતિ માળખું ઘડીને એક એવી અનુકૂળ બિઝનેસ ઇકોસિસ્ટમનું નિર્માણ કર્યુ છે જેમાં ઉદ્યોગો માટે પ્રોત્સાહન, તકો અને IT ને લગતી કામગીરી ગુજરાતમાં શરૂ કરવા માટેની સરળ પ્રક્રિયાઓ અને સાનુકૂળ વાતાવરણ છે.

Your email address will not be published.