લઠ્ઠાકાંડ બાદ મોરબીના ખરેડા ગામે ગ્રામ પંચાયત અને સરપંચ જાગૃત બન્યા

| Updated: August 3, 2022 4:30 pm

લઠ્ઠાકાંડની ઘટના બાદ ગામડાઓમાં લોકો જાગૃત થતા જોવા મળી રહ્યા છે. ઘણા એવા ગામડાઓમાં દારુબંધીનો અમલ કરાવવા માટે સરપંચો જાગૃત બન્યા છે. મોરબીના ખરેડા ગામમાં ગ્રામ પંચાયતે ઢોલ વગાડી ગામમાં ફેરવી લોકોને દારુ ન પીવા અથવા વેચવા પર મનાઈ ફરમાવી હતી.

મોરબીના ખરેડા ગ્રામ પંચાયત પણ હવે લઠ્ઠાકાંડ બાદ ગામમાં દારૂના કારણે જાનમાલને કોઈ નુકશાન ન થાય તે માટે લોકોને દારૂથી દૂર રાખવા માટે અને દારૂબંધીનો અમલ કરવા આગળ આવી છે. ખરેડા ગ્રામ પંચાયતે આખા ગામમાં ઢોલ પીટી જાહેરાત કરાવી છે કે હવેથી ગામમાં દારૂ પીનારા કે વેચનારાની ખેર નહિ રહે. ખુદ ગ્રામ પંચાયત જ ગામમાં દારૂ પીનારા કે વેચનારા સામે પોલીસ કેસ કરશે.

ગામમાં દારૂ વેચવો કે પીવા વાળા સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. દારૂબંધીના કડક અમલ માટે ગ્રામ પંચાયતો આગળ આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, બરવાળા લઠ્ઠાકાંડમાં 50થી વધારે લોકોના મોત થયા હતા અને ઘણા લોકોની આંખોમાં પણ નુકસાન થયું છે. પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 14 જેટલા લોકો સામે ફરિયાદ દાખલ કરી ચૂકી છે.

Your email address will not be published.