સુરતના ડ્રાયફ્રુટ ચોર દાદા, આ રીતે કરી ડ્રાયફ્રુટની ચોરી

| Updated: June 8, 2022 12:03 pm

અરે ડ્રાયફ્રુટ ચોરીની ધટના તમે જોઇ કે સાંભળી છે ખરા? પરંતુ સુરતમાં તો આવી ધટના બની છે. જેમાં ડ્રાયફ્રુટ ચોર દાદા મળી આવ્યા છે.

ગુનો કરવામાં આ દાદાએ તો પોતાની ઉંમર પણ ના જોઇ.આ ધટનાથી પોલીસ પણ ચોંકી ગઇ હતી.આ બનાવમાં એવું હતું કે 75 વર્ષના વૃદ્ધ 80 હજારના ડ્રાયફ્રુટની ખરીદી કરી પેમેન્ટ નહીં આપી નાસી ગયા હતા.સુરત પોલીસએ વૃદ્ધ અને મહિલા સહિત ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

Surat Crime News : સુરતમાં 80 હજારના ડ્રાયફ્રુટ ચોરીની ઘટના બાદ સીસીટીવી ફુટેજને આધારે તપાસ શરૂ કરી હતી. જેમાં ખટોદરા પોલીસે ગોકળદાસ અઢીયા, સિધ્ધીકા રાઉત અને વિકાસ કદમની પુણેથી ધરપકડ કરી

ધટના શુ હતી ?

આ બનાવ સુરતના ભટાર વિસ્તારમાં બન્યો હતો.હિતેશ સંખલેચાને તે વિસ્તારમાં ડ્રાયફ્રુટની દુકાન ધરાવે છે.30 તારીખ હતી તે દિવસના.સાંજનો સમય હતો અને તે સમયે 70 વર્ષની ઉંમરના એક દાદા અને 50 વર્ષની ઉમરની એક મહિલા તેમની દુકાન પર આવ્યા હતા.તેમણે પોતાની ઓળખ પણ હિતેશભાઇને આપી હતી અને કહ્યું હતુ કે જલારામ મંડલ વીરપુરના મુખિયા તરીકેની ઓળખ આપી હતી.તેમણે એ પણ જણાવ્યું હતું કે તેમની મેન ઓફિસ મહારાષ્ટ્ર થાણેમાં આવેલી છે અને પ્રસાદ રૂપે વહેંચવા માટે વધારે જથ્થામાં ડ્રાયફ્રુટની જરૂર હોવાનું કહ્યું હતું.

તમને જાણીને ચોંકી જશો તેમણે 66 કિલો કાજુ જેની કિંમત 49,310 રૂપિયાની કિંમત થાઇ છે.42 કિલો બદામ રૂપિયા 28,673 થાઇ છે.1 કિલો અખરોટ રૂપિયા 1100 મળીને કુલ રૂપિયા 79083 નો ઓર્ડર આપવામાં આવ્યો હતો અને તેને લઇને તે ઓર્ડર લેવા આવ્યા હતા.તેમણે બિલ માટે કહેવામાં આવ્યું તો દાદાએ કોઇ ચેક આપ્યો જે દુકાનદારએ ના પાડી તો કેશ પેમેન્ટનું કહ્યું તો દાદા કે હુ ગાડીમાંથી લાવીને આપુ છુ’ એમ કહીને ગાડી લઇને ભાગી ગયા હતા.

દુકાનદારે આ ગાડીના પાછળ પોતાના લોકોને મોકલ્યા પણ આ દાદા હાથમાં આવ્યા ન હતા. 80,000નું ડ્રાયફ્રુટની છેતરપીંડી કરી હતી,

ખટોદરા પોલીસે ગુનો તપાસ કરવામાં આવી હતી અને સીસીટીવીના આધારે તેમને પક્ડી પાડવામાં આવ્યા હતા. ખટોદરા પોલીસે ગોકળદાસ અઢીયા, સિધ્ધીકા રાઉત અને વિકાસ કદમની પુણેથી આ લોકોને પક્ડી પાડયા હતા અને ધરપકડ કરવામાં આવી હતી

સંસ્થાના નામે ઈમોશનલ કરતા હતા અને કોઇ વસ્તુ અથવા કોઇ કિંમતી સામાન લઈ આવી રીતે જ ગાયબ થઈ જતા હતા.આવા લોકોથી બચીને રહો.કોઇ સંસ્થાના નામે કે ધાર્મિક સંસ્થાઓના નામ પર પૈસાઓ ના આપો.

Your email address will not be published.