ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સમાં ગુજરાત યુનિવર્સિટીના ખેલાડીઓનો શાનદાર દેખાવ

| Updated: May 12, 2022 12:29 pm

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીએ ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સમાં શાનદાર દેખાવ કર્યો છે. જૈન યુનિવર્સિટી ખાતે રમાયેલી ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી હેઠળની ગેમ્સમાં આર્યન પંચાલે ગોલ્ડ જીત્યો હતો. તેણે 200 મીટર બટરફ્લાયમાં ગોલ્ડ જીત્યો હતો. જ્યારે 100 મીટર બટરફ્લાયમાં પણ એક સિલ્વર જીત્યો હતો.

જુડોમાં સમીરખાન પઠાણે 81 કિલોગ્રામ વેઇટ કેટેગરીમાં બ્રોન્ઝ જીત્યો હતો. ટેનિસમાં અમન પટેલ, રુદ્ર ભટ્ટ, મોહિત બોન્દ્રે, વરુણ ધંધુકિયા અને સોમ મહેતાની ટીમે બ્રોન્ઝ જીત્યો હતો. આ ઉપરાંત ટેનિસમાં શ્રીનિધિ શ્રીધરની આગેવાની હેઠળની રિયા ઉબોવેજા, મીરા રાણા અને દિશા લોટવાલાની બનેલી ટીમે બ્રોન્ઝ જીત્યો હતો.

આ ઉપરાંત દસ મીટર રાઇફલ શૂટિંગમાં ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, ટીમ પ્લેયર જમેશ ગડાણી, રુષિરાજ જાડેજાએ અને કેવલ પ્રજાપતિએ 10 મીટર રાઇફલ શૂટિંગ ટીમમાં બ્રોન્ઝ જીત્યો હતો. બે મહિલા બોક્સર રુચિતા રાજપુત અને હેતલ ડામાએ પણ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં કુલ 205 યુનિવર્સિટીઓએ ભાગ લીધો હતો અને ગુજરાત તેમા 48માં સ્થાને હતું.

Your email address will not be published.