રાહુલનો લાજવાબ કમાલ, હિટમેનની ટીમ સતત છઠ્ઠી મેચ હારી

| Updated: April 16, 2022 8:17 pm

આઈપીએલની આજે 26મી મેચ રમાઈ હતી. આ મેચ લખનઉ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી. જેમાં લખનઉનો 18 રનથી શાનદાર વિજય થયો હતો. લખનઉની જીતમાં આવેશ ખાને 3 વિકેટ લઈ મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

ટોસ હાર્યા પછી લખનઉને કેપ્ટન કેએલ રાહુલ અને ક્વિન્ટન ડિકોકે સારી શરૂઆત અપાવી હતી. બંને ખેલાડીઓએ પહેલી વિકેટ માટે 52 રન જોડ્યા હતા. આ પાર્ટનરશિપ ફેબિયન એલને ડિકોકને આઉટ કરીને તોડી હતી. તે 13 બોલમાં 24 રન કરીને LBW આઉટ થયો હતો.

રોહિત શર્માના આઉટ થયા પછી ડેવોલ્ડ બ્રેવિસ બેટિંગ કરવા આવ્યો હતો અને તેણે માત્ર 13 બોલમાં 31 રન કર્યા હતા. જોકે ત્યારપછી દીપક હુડાએ તેને પેવેલિયન ભેગો કર્યો હતો. બ્રેવિસ અને ઈશાને બીજી વિકેટ માટે 19 બોલમાં 41 રન જોડ્યા હતા.

IPLમાં લખનઉના કેપ્ટન કેએલ રાહુલની આ 100મી મેચ છે. રાહુલ આ ટૂર્નામેન્ટના ઈતિહાસમાં 100 મેચ રમનારો 48મો ખેલાડી બની ગયો છે. આની સાથે રાહુલે 2013માં RCB તરફથી રમતા પોતાનું ડેબ્યૂ કર્યું હતું. લખનઉ અને બેંગ્લોર સિવાય તે સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ માટે પણ રમી ચૂક્યો છે. એટલું જ નહીં રાહુલે શાનદાર બેટિંગ કરતા 56 બોલમાં પોતાની IPL કારકિર્દીની ત્રીજી સદી ફટકારી હતી. તેણે આ ઈનિંગમાં 9 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા.

કેએલ રાહુલ અને મનીષ પાંડેએ બીજી વિકેટ માટે 47 બોલમાં 72 રન જોડ્યા હતા. ખરાબ ફોર્મના કારણે પ્લેઈંગ-11માંથી બહાર થઈ ગયેલા મનીષ પાંડેએ આ મેચમાં શાનદાર કમબેક કરી અને 29 બોલમાં 38 રન કર્યા હતા. મનીષ સારી લયમાં દેખાઈ રહ્યો હતો, પરંતુ મુરુગન અશ્વિનની ઓવરમાં તે ક્લિન બોલ્ડ થઈ ગયો હતો.

Your email address will not be published.