ગ્રીષ્માને મળ્યો ન્યાયઃ હત્યારા ફેનિલને ફાંસીની સજા ફટકારવામાં આવી

| Updated: May 5, 2022 3:23 pm

સુરતઃ ગ્રીષ્માની ક્રૂર હત્યા કરનારા હત્યારા ફેનિલને સુરતની સેશન્સ કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. જજ વિમલ વ્યાસે આ કેસને રેરેસ્ટ ઓફ રેર કેસ ગણાવી જાહેરમાં ખુલ્લેઆમ હત્યા કરનારા હત્યારને ફાંસીની સજા આપતા જણાવ્યું હતું કે જો આ પ્રકારની હત્યા સામે જો આવો ચુકાદો ન આપવામાં આવે તો યુવતીઓ અને મહિલાઓનું ઘરની બહાર નીકળવું દુષ્કર થઈ જાય. ગુનેગારોને મોકળું મેદાન ન મળે અને સમાજમાં જંગલરાજ ઊભું ન થાય તે માટે આ પ્રકારનો ચુકાદો આપવો જરૂરી હતો. આ ચુકાદાનું પઠન કરતી વખતે સંસ્કૃતના શ્લોક બોલ્યા હતા. તેમણે કહ્યું હતું કે આ પ્રકારના આરોપી માટે ફાંસીથી ઓછી કોઈ સજા ન હોઈ શકે.

વકીલ દ્વારા ફેનિલને ક્રૂરમાં ક્રૂર સજાની માંગ
આ પૂર્વે સુરતમાં ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં દોષિત ફેનિલને 26મી એપ્રિલે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. બચાવ પક્ષના વકીલે ફેનિલને ઓછામાં ઓછી સજા થાય તે માટે દલીલ કરી હતી. જ્યારે સરકારી વકીલે ફેનિલને ફાંસીની સજા થવી જોઈએ તેવી માંગ કરી હતી અથવા તો એટલી ક્રૂર સજા કરવામાં આવે કે ભવિષ્યમાં કોઈપણ વ્યક્તિ આ પ્રકારનું કૃત્ય કરતા અચકાય તેવી માંગ કરી હતી.

સુરતના ગ્રીષ્મા હત્યા કેસમાં ફેનિલને 302 સહિતની વિવિધ કલમો માટે દોષિત ઠેરવવામાં આવ્યો છે. સુરતની કોર્ટના ન્યાયાધીશે પણ ફેનિલને દોષિત જાહેર કર્યો છે. હવે તેને કેટલી સજા કરવી તે જ નક્કી કરવાનું છે. સુરતની કોર્ટે ઘટનાનો વિડીયો વારંવાર જોયા પછી જાહેર કર્યુ હતું કે આરોપીએ બીજુ ચપ્પુ પોતાની પાસે પેન્ટમાં રાખ્યું હતું.

આ ઉપરાંત કોર્ટે પણ માન્યુ કે કોઈ પ્રોફેશનલ કિલરની જેમ જ હત્યાનો અંજામ આપવામાં આવ્યો હતો. નોંધનીય છે કે 12મી ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરિયાની ફેનિલ નામના આરોપીએ સરેઆમ જાહેરમાં હત્યા કરી હતી. ફેનિલે જાહેરમાં જ ગ્રીષ્માનું ગળું કાપી નાખ્યું હતું. તેના પછી તેણે આપઘાતનો પણ પ્રયાસ કર્યો હતો. બનાવની જાણ થતાં તાત્કાલિક ફેનિલને ઝડપી લેવાયો હતો અને હોસ્પિટલ લઈ જવાયો હતો. 15મી ફેબ્રુઆરીના રોજ સારવાર પછી ફેનિલને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હોસ્પિટલમાંથી રજા મળતા ફેનિલે પોલીસને ધરપકડ કરી હતી.

76 સાક્ષીઓની જુબાની લેવાઈ
સુરત શહેરમાં ગ્રીષ્મા હત્યા કેસના આરોપી ફેનિલને ફાંસીના માંચડે ચડાવવાની મજબૂત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ કેસમાં 76 સાક્ષીઓની જુબાની લેવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જયારે જે દુકાનમાંથી તેણે ચપ્પુ ખરીદ્યું હતું તેણે જણાવ્યું કે, ફેનિલે આ ચપ્પું પ્રોટેક્શ માટે ખરીદ્યું હતું.

હત્યા નજરે જોનાર ગ્રીષ્મા ના ભાઈ નું નિવેદન લેવાયું.
અત્યાર સુધી 60 થી વધુ સાક્ષીઓ ના નિવેદન લેવાઈ ચુક્યા છે.આજે વધુ ચાર સાક્ષીઓ ના નિવેદન નોંધવાના હતા ..ગ્રીષ્મા ના ભાઈ એ સમગ્ર ઘટના કોર્ટ સમક્ષ વર્ણવી હતી.સુરતના પાસોદરામાં સ્થાનિક લોકોની હાજરીમાં ગ્રીષ્મા વેકરિયાની ઘાતકી હત્યા કરી દેનારા આરોપી ફેનિલ ગોયાણી સામેના કેસની કોર્ટમાં કાર્યવાહી ચાલી રહી છે.

યુવતી જુબાની માં શુ કહ્યું
યુવતીએ કોર્ટમાં જુબાની આપી કે, ફેનિલ સમયાંતરે ગ્રીષ્માને મારી નાંખવાની વાત કરતો હતો.પ્રાપ્ત વધુમાં ફેનિલ જ્યારે કોલેજમાં અભ્યાસ કરતો હતો ત્યારે તેને એક યુવતીને પોતાની બહેન માની હતી. બીજી તરફ ફેનિલ અને ગ્રીષ્મા વચ્ચે પ્રેમસંબંધને લઇને માથાકૂટ થઇ હતી.સાથે ગ્રીષ્મા ફેનિલને પસંદ કરતી ન હતી પરંતુ ફેનિલે ગ્રીષ્માની સાથે રહેવા માટે અનેક પ્રયાસો કર્યા હતા. આખરે ગ્રીષ્મા નહીં માનતા ફેનિલે તેને મારી નાંખવાનો પ્લાન બનાવ્યો હતો.અવાર નવાર ફેનિલ કોલેજમાં આવતો જતો પણ હતો અને જ્યારે પણ કોલેજમાં કે બહાર તેની માનીતી બહેન ક મળતો હતો ત્યારે કહેતો હતો કે, પેલીને મારી નાંખવાનો છું. મહત્વની વાત એ પણ છે કે જ્યારે હત્યાના દિવસે પણ ફેનિલે માનીતી બહેનને ફોન કરીને હત્યા કરી દેવાનું કહ્યું હતું પરંતુ ફેનિલ મજાક કરતો હોવાથી તેની વાતને ધ્યાન ઉપર લેવામાં આવી ન હતી.કારણ કે તેને ઓછી ખબર કે આ આવું કરશે પણ હકીકત કંઈક અવાઈ જ સામે આવી……

ફેનિલે સાક્ષીને ફોડવાનો પ્રયત્ન કર્યો હતો
સુરતમાં થયેલી ચકરચારી ગ્રીષ્મા હત્યા કેસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી જેમાં ફેનિલે હવે જેલ ઓથોરીટિ પાસે પણ જુઠ્ઠુ બોલીને પોતાના આરોપી તરીકેના હક્કોનો દૂર ઉપયોગ કર્યો હોવાનું બહાર આવ્યું છે. ફેનિલે લાજપોર જેલ ઓથોરિટીને કહ્યું હતું કે, મારે મારી બહેનને ફોન કરવો છે. જેથી લાજપોર જેલ સત્તાધીશોએ ફેનિલને પરવાનગી આપી હતી અને આરોપીએ તેનો લાભ ઉઠાવવાની કોશિશ કરી હતી.માનીતી બહેનને ફોન કરીને કહ્યું કે મને મળીને ત્યારબાદ મારી તરફે જુબાની આપજે. પણ માનીતી બહેને પોલીસ ને જાણ કરતા સમગ્ર હકીકત બહાર આવી હતી.

હત્યારો ફેનિલ અચાનક કેમ બેહોશ થયો ?
મહત્વની વાત એ છે સતત 7 દિવસથી સુરત કોર્ટમાં ચકચારી હત્યા કેસમાં કાર્યવાહી ડે ટુ ડે ચાલી રહી છે ત્યારે અચાનક 7 માં દિવસે આરોપી ફેનીલ ચાલુ કોર્ટ દરમિયાન કેમ અચાનક બેહોશ થયો તેવા અનેક સવાલો ઉભા થયા છે શું હત્યારો ફેનીલે પોતાનો બચાવ કરવા માટે નાટક કર્યું છે કે પછી કોઈ કારણોસર તબિયત લથડી છે તેવા અનેક સવાલો ઉભા થયા છે હાલ તો હત્યારા ફેનીલની સિવિલમાં સારવાર ચાલી રહી છે.. મુખ્ય જિલ્લા ન્યાયાધિશ વિમલ કે. વ્યાસની કોર્ટમાં ચાલી રહેલા કેસમાં સાક્ષીઓની જુબાની રોજ 7 કલાક ચાલી રહી છે. કુલ 190 સાક્ષી છે. ઘટનાસ્થળના સાક્ષી એવા મામલતદારની પણ જુબાની લેવાઇ હતી.

ફેનિલ અસ્થિર મગજનો હોવાની દલીલ નકારાઈ હતી
સુરતના ગ્રીષ્મા હત્યા કેસમાં ગ્રીષ્માનું જાહેરમાં ગળું કાપીને હત્યા કરનાર હત્યારા આરોપી ફેનિલ ગોયાનીને 28 ફેબ્રુઆરીએ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટમાં બચાવ પક્ષના વકીલે ફેનીલનો બચાવ કરતા આરોપી ફેનિલ અસ્થિર મગજનો હોવાની અરજી કરી હતી. જોકે ફાસ્ટ સ્ટ્રેક કોર્ટના જજ દ્વારા આરોપીની પ્રાથમિક તપાસને આધારે તે અરજી કોર્ટ નકારી કાઢવામાં આવી હતી.

ગ્રીષ્મા હત્યા કેસમાં ફેનીલને વિડીયો કોંન્ફરન્સથી કોર્ટમાં રજૂ કરાયો
સુરતના ચકચારી ગ્રીષ્મા હત્યા કેસના આરોપી ફેનીલ ગોયાણી (Fenil Goyani Accused) આજે સુરત સેશન્સ કોર્ટમાં રજૂ થનાર હતો ..પણ ગ્રામ્ય કોર્ટથી કેસને સુરત કોર્ટમાં ટ્રાન્સફર કરાયો હોવાથી આરોપી ફેનીલને વિડીયો કોંન્ફરન્સથી કોર્ટમાં રજૂ કરાયો હતો. હત્યારા આરોપી ને વિડીયો કોંન્ફરન્સ થી સુરત સેશન્સ કોર્ટમાં રજુ કરાયો હતો. (Fenil Goyani Accused) આ કેસ ડે ટુ ડે ચાલે તેવો મૌખિક હુકમ જજ દ્વારા કરવામાં આવ્યો છે. સરકારી વકીલ દ્વારા 28 દસ્તાવેજી પુરાવા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. (Fenil Goyani Accused) આવતીકાલે ફેનીલ ને ફિઝિકલી હાજર કરવામાં આવશે.

ગ્રીષ્મા હત્યા કેસ: ફેનિલે ગુનો ન કબૂલ્યો
ગ્રીષ્મા હત્યા (Grishma murder)કેસમાં આજે ફેનિલને સરકારી વકીલ આપવામાં આવ્યો છે અને તેની સાથે કેસ હવે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલશે.ફેનિલ ગોયાણીએ ગુનો કર્યાનો ઇનકાર કરી દેવામાં આવ્યો છે.આ કેસ સેશન્સ ટ્રાયેબલ હોવાથી કઠોરની કોર્ટમાંથી કેસ કમિટ થઇને સુરતની કોર્ટમાં ટ્રાન્સફર કરાશે. આરોપી ને વિડીયો કોંન્ફરન્સ થી સુરત સેશન્સ કોર્ટમાં રજુ કરાયો હતો. (Fenil Goyani Accused) આ કેસ ડે ટુ ડે ચાલે તેવો મૌખિક હુકમ જજ દ્વારા કરવામાં આવ્યો છે. સરકારી વકીલ દ્વારા 28 દસ્તાવેજી પુરાવા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.

પોલીસે ફેનિલ સામે સજ્જડ પુરાવા એકત્ર કર્યા
પોલીસે ફેનિલની ધરપકડના 5 જ દિવસમાં 2500 પાનાની ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. ગુજરાતના ઇતિહાસમાં હત્યાના આરોપી સામે આટલી ઝડપથી તહોમતનામુ મૂકાયું નથી. આ સાથે 23 પંચનામા કરવામાં આવ્યા હતા અને 190 સાક્ષીઓ સાથે 188 દસ્તાવેજી પુરાવા નોંધાયા છે.આ પુરાવા સાથે બીજા પણ ધણા બધા પુરાવા મળી આવ્યા છે.જેમાં મેડીકલ, ઇજાગ્રસ્ત વ્યક્તિનો, સીસીટીવી, ઓડિયો ક્લીપ,ડાયરેક્ટ પુરાવા રજુ કરાયા છે. પોલીસની તપાસમાં જાણકારી મળી હતી કે ફેનિલે એકે-47 રાઇફલ ખરીદવા પણ વેબસાઇટ સર્ચ કરવામાં આવી હતી અને આ સાથે વધુ તપાસ કરતા વાત સામે આવી હતી કે ફેનિલ ગોયાણીએ ગ્રીષ્માની (Grishma Vekaria)હત્યા કરવા માટે પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. આ સાથે પોલીસને વધુ તપાસ કરતા જાણકારી મળી આવી હતી કે તેને ઓનલાઇન હથિયારો કેવી રીતે ઓનલાઇન મળી શકે અને તેનો ઉપયોગ કેવી રીતે થાય તે બાબતે પણ જાણકારી મેળવી હતી.

ગ્રીષ્માના કેસમાં સિટની રચના કરવામાં આવી હતી
16મી ફેબ્રુઆરીના રોજ જ સિટની રચના કરવામાં આવી હતી.સુરતનાપાસોદરા ખાતે થયેલી ગ્રીષ્મા વેકરીયા હત્યાના કેસમાં તપાસ માટે રેન્જ આઇજી રાજકુમાર પાંડીયન દ્વારા સીટની રચના કરવામાં આવી હતી. ડાંગ એસપીની દેખરેખ હેઠળ 1 મહિલા એએસપી, 2 ડીવાએસપી આ કેસમાં તપાસ કરવામાં આવી હતી.
17મી ફેબ્રુઆરીએ ફેનિલને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાયું હતું. 19મી ફેબ્રુઆરીએ રિમાન્ડ પૂરા થતા ફેનિલને લાજપોર જેલમાં ધકેલાયો હતો. તપાસ દરમિયાન તે પણ જાણવા મળ્યું હતું કે ફેનિલે ગ્રીષ્માની હત્યા કરવા એકે-47 રાઇફલ ખરીદવાનો પ્રયત્ન કર્યો હતો. કોર્ટે બંને પક્ષો સાંભળી અને બધા પુરાવા તપાસી ફેનિલને 21મી એપ્રિલે દોષિત જાહેર કર્યો હતો.

સુરત :ગ્રીષ્મા વેકરિયાની અંતિમ યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા
સુરતમાં ગ્રીષ્મા વેકરિયાની અંતિમયાત્રા નીકળી હતી..grishma vekarias માતા પિતા અને સમગ્ર સમાજે આંસુઓથી વિદાય આપી હતી. ગ્રીષ્માની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ યાત્રા નીકળી હતી. ગ્રીષ્માના પિતા વિદેશમાં હોવાથી તેની બે દિવસ અંતિમયાત્રા કાઢવામાં આવી ન હતી. આજે જ્યારે તેના પિતા આવ્યા ત્યારે દીકરી સાથે બનેલી grishma vekarias ઘટના સાંભળીને સ્થિતિ કપરી બની હતી. ગ્રીષ્માની નનામી પાસે પિતા, માતા, ભાઈ અને પરિવારજનો વિલાપ કરી રહ્યા હતા. આખું પાસોદરા ગામ શોકમગ્ન બની ગઈ હતું..સુરક્ષા ના ભાગરૂપે પોલીસ દ્વારા સોસાયટીને grishma vekarias કોર્ડન કરવામાં આવી હતી ..મોટી સંખ્યામાં મહિલાઓ પણ અંતિમ દર્શન માટે આવી હતી. આજે મંગળવારે સવારે 9:30 કલાકે ગ્રીષ્મા વેકરિયાની grishma vekarias સ્મશાનયાત્રા નીકળી હતી આ યાત્રા માં
અશ્વનીકુમાર સ્મશાનભૂમિ સુધીના રસ્તા પર 200 થી પોલીસ કર્મીનો બંદોબસ્ત વચ્ચે યાત્રા પસાર થઈ હતી.આ યાત્રામાં સુરત ક્રાઈમ બ્રાન્ચના ટીમ તેમ grishma vekarias એસોજી.પીસી.બી ની ટીમ સહિત અધિકારીઓ પણ બંદોબસ્ત માં જોડાયા હતા

Your email address will not be published.