મગફળીમાં વેચવાલી ઓછી હોવાથી નાફેડમાં ભાવ ઉંચા બોલાયા

| Updated: July 16, 2021 3:36 pm

સિંગતેલમાં થયેલા ભાવવધારા બાદ મગફળીના બજારમાં પણ મજબૂતાઈ જોવા માટે મળી રહી છે.  મગફળીના ખુલ્લા બજારમાં વેચવાલી ઓછી મળી રહી છે તેની પાછળનું કારણ ઉનાળુ આવક બંધ થઇ ગઈ છે અને બજારમાં માલ મળતો નથી. સ્ટોકિસ્ટોની પણ વેચવાલી હવે વધારે રહી નથી જેના પગલે મગફળીના ભાવમાં 10 રૂપિયાથી લઈને 15 રૂપિયા સુધીનો વધારો થયો છે.

મગફળી વેચવાલી ઓછી હોવાના કારણે નાફેડની મગફળી પર આધાર રાખવો પડતો હોય છે. નાફેડની મગફળી 1250 રૂપિયા કરતાં વધારે ભાવથી ખપી રહી છે. નાફેડે ચાલુ સિઝનની મગફળી સરેરાશ 6226 રૂપિયા પ્રતિ ક્વિન્ટલથી 6291 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવથી વેચાણ થઇ હતી. નાફેડની મગફળીના ભાવ વધારાના કારણે મગફળીના ભાવ ઉંચા જઈ રહ્યા છે. નાફેડ પાસે હજુ એકથી સવા લાખ ટન મગફળી પડી હોવાનો પણ અંદાજ છે.

ગોંડલમાં પાંચ હજાર ગુણનો વેપાર હતો. જી-20 પીલાણમાં 1100 રૂપિયાથી 1300 રૂપિયા, 37માં નંબરમાં 1000થી 1150ના ભાવ હતા. ઉનાળુમાં 2000 ગુણીના વેપાર હતા અને ભાવ 1000થી 1200 વચ્ચે હતા. ડીસામાં 4500 ગુણીની આવક થઇ હતી અને ભાવ નીચામાં 950 રૂપિયા અને વધારામાં 1260 રૂપિયા ભાવ બોલાયો હતો.

Your email address will not be published.