સોશિયલ મીડિયામાં ધોરણ 10-12ના સામાન્ય પ્રવાહના રિઝલ્ટની અફવા; GSHSEBની ફરિયાદ

| Updated: May 17, 2022 10:21 am

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડએ (GSHSEB) સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાના પરિણામોની નકલી સૂચના પ્રસારિત થયા બાદ સોમવારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

બનાવટી પત્રમાં જણાવાયું છે કે પરિણામ 17 મે, મંગળવારના રોજ જાહેર કરવામાં આવશે અને વિદ્યાર્થીઓ સવારે 8 વાગ્યાથી બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર તેમના પરિણામો જોઈ શકશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના (GSHSEB)ના સેક્રેટરી દિનેશ પટેલે જણાવ્યું હતું કે, “જ્યારે અમારા ધ્યાનમાં આવ્યું કે સોશિયલ મીડિયા પર નકલી પત્ર ફરતો કરવામાં આવી રહ્યો છે, ત્યારે અમે તેની તપાસ કરી અને જાણવા મળ્યું કે આ પત્ર નકલી હતો. અમે એક સત્તાવાર નિવેદન બહાર પાડીને સ્પષ્ટતા કરી છે કે તે નકલી પત્ર છે.

બોર્ડે વધુમાં જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર નકલી પ્રેસ રિલીઝ વાયરલ કરવા અને વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાના આચાર્યોને ગેરમાર્ગે દોરવા બદલ અજાણ્યા વ્યક્તિઓ સામે સાયબર ક્રાઈમ હેઠળ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

મંત્રીએ કહ્યું હતું કે હાલમાં પરિણામો તૈયાર કરવામાં આવી રહ્યા છે અને પ્રક્રિયા ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. આ વર્ષે ધોરણ 10ના 9.5 લાખ વિદ્યાર્થીઓ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના 5.5 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

12 મેના રોજ, ધોરણ 12 વિજ્ઞાનના પરિણામોની પ્રેસ મીટ દરમિયાન, રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ જાહેરાત કરી હતી કે ધોરણ 10 (ધોરણ ગણિત અને મૂળભૂત ગણિત) અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામો જૂનના પ્રથમ સપ્તાહમાં જાહેર કરવામાં આવશે. 

આ પણ વાંચો: દિલ્હીમાં આગ ઓકતી ગરમીઃ તાપમાન પહેલી વખત 49 ડિગ્રીને પાર

Your email address will not be published.