ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરીટી (GSLSA) એ ગુજરાત હાઇકોર્ટ તેમજ રાજ્યભરની ગૌણ અદાલતોમાં જૂન મહિનામાં યોજાનારી આગામી લોક અદાલતને મુલતવી રાખી છે.
અગાઉ જીએસએલએસએ (GSLSA) દ્વારા 11 જૂનના રોજ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ હવે તેને 26 જૂન સુધી મુલતવી રાખવામાં આવી છે. GSLSA એ આગામી રાષ્ટ્રીય લોક અદાલતમાં સમાધાનકારી તત્વો ધરાવતી બાબતો મૂકવા માટે સૂચનાઓ જારી કરી છે.

ગયા મહિને, ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અરવિંદ કુમારે સમયાંતર યોજાતી લોક અદાલતો દરમિયાન કેસોના નિકાલમાં ગુજરાતની ન્યાયતંત્રની કામગીરીમાં ઘટાડો કરવા બદલ ખેદ વ્યક્ત કર્યો હતો. જીએસએલએસએ (GSLSA) દ્વારા લોક અદાલત યોજયાના થોડા દિવસો બાદ 14 માર્ચે સુનાવણી દરમિયાન તેમણે આ અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો: ઓઢવ ઘરના અણબનાવોના કારણે પતિએ પત્ની પર એસીડ એટેક કર્યો
મુખ્ય નયાધીશે લોક અદાલતની બેઠકો દરમિયાન વધુ કેસોના નિકાલ માટે વરિષ્ઠ વકીલો પાસેથી પ્રો-બોનો સેવાઓ મંગાવી હતી. તેમણે યાદ કર્યું કે કેવી રીતે ગુજરાતનું ન્યાયતંત્ર એપ્રિલ 1982માં લોક અદાલતનું આયોજન કરનાર સૌપ્રથમ રાજ્ય હતું અને તે 11 વર્ષ સુધી તમામ રાજ્યોમાં ટોચ પર રહ્યું હતું. તેમણે કહ્યું કે, “તેઓ હવે 17 કે 18 નંબર પર ઉતરી આવ્યા છે અને તે ગુજરાતને ન્યાયિક નકશામાં ફરીથી નંબર 1 પર લાવવા માંગે છે. જેથી તેને બારના સભ્યોના સહકારની જરૂર છે.”