GST: પ્રી-પેક્ડ દહીં- છાશ, ચેકબુક, શાહી સહિતની ચીજ-વસ્તુઓ મોંઘી થશે

| Updated: June 30, 2022 11:16 am

પ્રી-પેક્ડ દહીં, છાશ, બેંક ચેકબુક,મેપ, એટલાસ અને ગ્લોબ્સ જેવી વસ્તુઓ 18  જુલાઈથી મોંઘી થશે. 29 જૂનનાં રોજ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાયેલી 47 મી જીએસટી કાઉન્સિલની બેઠકમાં અનેક ચીજ-વસ્ચુઓનાં જીએસટીનાં દરમાં ફેરફારનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

બેંક ચેકબુક/લૂઝ લીફ ચેક પર 18 ટકા, નકશા, એટલાસ અને ગ્લોબ્સ પર 12 ટકા જીએસટી લાગુ થશે. એ જ રીતે અનબ્રાન્ડેડ પરંતુ પ્રી-પેક્ડ દહીં, લસ્સી, છાશ, ખાદ્ય પદાર્થો, અનાજ વગેરેને જીએસટી હેઠળ લાવવામાં આવશે. રાઇટિંગ.ડ્રોઇંગ અને પ્રિન્ટિંગ માટેની શાહી પણ મોંઘી થશે.

બીજી બાજુ, ઓસ્ટોમી અને ઓર્થોપેડિક, સ્પ્લિન્ટ્સ અને અન્ય ફ્રેક્ચર એપ્લાયન્સિસ, શરીરના કૃત્રિમ પાર્ટસ, શરીરની ખામી કે અપંગતાને દુર કરવા પહેરવામાં આવતા અથવા ઇમ્પ્લાન્ટ કરાતા ઉપકરણો, ઇન્ટ્રાઓક્યુલર લેન્સ – જેવી તબીબી વસ્તુઓ પર જીએસટી દર 12 ટકાથી ઘટીને પાંચ ટકા કરાયો છે.

રોપ-વે દ્વારા માલ-સામાન અને મુસાફરોના પરિવહન માટેનો જીએસટી 18 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવ્યો છે અને ટ્રક/માલવાહક વાહનના ભાડામાં છ ટકાનો ઘટાડો કરીને 12 ટકા કરવામાં આવ્યો છે.

જે અન્ય ચીજવસ્તુઓ માટે જીએસટીના દરમાં વધારો કરવામાં આવ્યો છે તેમાં રાઇટિંગ.ડ્રોઇંગ અને પ્રિન્ટિંગ માટેની શાહી (12 ટકાથી 18 ટકા), કટીંગ બ્લેડ, કાગળની છરીઓ, પેન્સિલ શાર્પનર અને બ્લેડ, ચમચીઓ, ફોર્કસ, લેડ્લ્સ, સ્કિમર, કેક-સર્વર્સ વગેરે (12 ટકાથી 18 ટકા), પાવર-સંચાલિત સેન્ટ્રીફ્યુગલ પંપ,  ડીપ ટ્યુબવેલ ટર્બાઇન પંપ, સબમર્સિબલ પંપ, સાયકલ પંપ (12 ટકાથી 18 ટકા)નો સમાવેશ થાય છે.

સાફસફાઈ, સોર્ટિંગ કે ગ્રેડિંગ સીડ્સ અને અનાજના કઠોળ, મિલિંગ ઉદ્યોગમાં વપરાતી મશીનરી કે અનાજ વગેરેની કામગીરી માટે વપરાતી મશીનરી, ‘પવન ચક્કી’ અથવા હવા આધારિત આટા ચક્કી, વેટ ગ્રાઇન્ડરનો દર પાંચ ટકાથી વધીને 18 ટકા થયો છે.

ઇંડાની સફાઇ, સોર્ટિંગ અથવા ગ્રેડિંગ, ફળો અથવા અન્ય કૃષિ પેદાશો મિલ્કિંગ મશીન અને ડેરી  માટેના મશીનોનો દર 12 ટકાથી વધીને 18 ટકા થશે.

એલઇડી લેમ્પ્સ, લાઇટ્સ અને ફિક્સર, તેમના મેટલ પ્રિન્ટેડ સર્કિટ્સ બોર્ડ, ડ્રોઇંગ અને માર્કિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સનો જીએસટી 12 ટકાથી વધીને 18 ટકા અને સોલર વોટર હીટર અને સિસ્ટમ્સ, ફિનિશ્ડ લેધ,ચમોઇસ લેધર,કમ્પોઝિશન લેધર,કોમ્પોઝિશન લેધરનો જીએસટી પાંચ ટકાથી વધીને 12 ટકા થશે.

ચીટ ફંડમાં ફોરમેન દ્વારા પૂરી પાડવામાં આવતી સર્વિસ, ચામડાની પ્રોસેસ,ચામડાની ચીજવસ્તુઓ અને પગરખાં, માટીની ઇંટોનું ઉત્પાદન, અને રસ્તાઓ, પુલો, રેલ્વે, મેટ્રો, એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સ્મશાનગૃહ અને અન્ય માટેના કામના કરારમાં લેવાતા જીએસટીમાં વધારો કરાયો છે.

ઇલેક્ટ્રોનિક વેસ્ટ, પેટ્રોલિયમ અને કોલ બેડ મિથેનના દરમાં વધારો કરવામાં આવ્યો છે. ઉત્તર-પૂર્વના રાજ્યો અને બાગડોગરામાં મુસાફરોની હવાઇ મુસાફરી પરની મુક્તિ હવે ઇકોનોમી કલાસ પુરતી જ રહેશે.

હોટલ એકોમોડેશન કે જેનો ચાર્જ  દરરોજ રૂ. 1,૦૦૦ સુધીનો છે, તેના પર 12 ટકા અને હોસ્પિટલ દ્વારા લેવામાં આવતા રૂ. 5,૦૦૦ વધુનાં રૂમના ભાડા (આઇસીયુ સિવાય) પર દર્દી દીઠ દૈનિક ઇનપુટ ટેક્સ ક્રેડિટ વિના પાંચ ટકા ટેક્સ લાગશે.

કલા અથવા સંસ્કૃતિ, અથવા રમતગમતને લગતી મનોરંજક પ્રવૃત્તિઓમાં તાલીમ અથવા કોચિંગ વ્યકિતગત હોય તો જ હવે જીએસટીમાંથી મુક્તિ મળશે.

નીચેની સેવાઓ પરની મુક્તિ પાછી ખેંચવામાં આવી રહી છે – રેલવે અથવા રેલ્વે વેસલ દ્વારા ટ્રાન્સપોર્ટેશન, વેરહાઉસમાં રખાયેલી વસ્તુઓ (બદામ, મસાલા, કોપરા, ગોળ, કપાસ વગેરે), કૃષિ પેદાશોના ગોડાઉનમાં ફુમિગેશન, આરબીઆઈ, આઇઆરડીએ, સેબી અને એફએસએસએઆઈ, જીએસટીએનની સેવાઓ, વ્યવસાયિક સંસ્થાઓ (રજિસ્ટર્ડ વ્યક્તિઓ) ને રહેઠાણ ભાડે આપવું,  અને સ્ટેમ સેલ્સની જાળવણી માટે કોર્ડ બ્લડ બેંકો દ્વારા પૂરી પાડવામાં આવતી સર્વિસનો સમાવેશ થાય છે.

Your email address will not be published.