નવી શિક્ષણ નીતિને સફળ બનાવવા શિક્ષક, વિદ્યાર્થીઓએ અથાક મહેનત કરવી પડશે

| Updated: July 15, 2021 5:34 pm

નવી શિક્ષણ નીતિના રોડમેપ અને તેના અમલીકરણ અંગે ગુજરાત ટેક્નિકલ યુનિવર્સિટી (જીટીયુ) ખાતે આજે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષા શક્તિ ઉત્થાન ન્યાસના નેશનલ સેક્રેટરી અતુલ કોઠારી કાર્યક્રમમાં મુખ્ય વક્તા હતા. યુનિવર્સિટીના કુલપતિ નવીન શેઠ અને રજીસ્ટ્રાર  કે. એન. ખરે પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

અતુલ કોઠારીએ નવી શિક્ષણ નીતિના ક્રિયાન્વયન માટે સંપૂર્ણ અધ્યન, યુનિવર્સિટી અને ડિપાર્ટમેન્ટ કક્ષાએ ટાસ્ક ફોર્સનું નિર્માણ, કોલેજમાં વેબિનારના આયોજન અને કોલેજ કક્ષાએ નાની કમિટીના નિર્માણ પર ભાર મૂકવાનું કહ્યું હતું.

અતુલ કોઠારીએ આગળ અભ્યાસ ક્રમમાં બદલાવ, ફેકલ્ટી માટે વિકસલક્ષી પ્રોગામ, વર્ક કલ્ચર, વિધાર્થી માટે કાઉન્સિલીંગ કાર્યક્રમો કરવાની વાત કરી હતી. તેમના કહ્યા અનુસાર નવી શિક્ષણ નીતિને સફળ બનાવા શિક્ષકો, વિધાર્થીઓ અને વાલીઓના અથાક પ્રયત્નની જરૂર પડશે.

પરીક્ષાને લઈને સમાવેશી અભિગમ અને લોકલ જરૂરતોને સમજીને સંસોધન કરવાની વાત પણ અતુલ કોઠારી દ્વાર કરવામાં હતી.

જીટીયુના કુલપતિ નવીન શેઠે કહ્યું કે “દરેક પોલિસી સારી હોય છે, પરંતુ  પોલિસીની સફળતાનો આધાર પોલિસીના અમલીકરણ પર રહેલો હોય છે”.

Your email address will not be published.