નવા સાહસોને પ્રોત્સાહન આપવાના હેતુથી ગુજરાત ટેક્નિકલ યુનિવર્સિટીમાં આજે શિક્ષણ મંત્રી ભુપેંદ્રસિંહ ચુડાસમાએ નવા અટલ ઈન્કયુબેશન સેન્ટરનું લોકાપર્ણ કર્યું. ભુપેંદ્રસિંહે જણાવ્યું કે ગુજરાત એ દેશનું સ્ટાર્ટઅપ હબ છે અને આ સ્ટાર્ટઅપ પાછળ ગુજરાત ટેક્નિકલ યુનિવર્સિટીની મહત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે.
આ સેન્ટરમાં અંદાજીત 1.50 કરોડ રૂપિયા સુધીના આધુનિક ટેકનોલોજી વાળા સાધનોની સુવિધા વિધાર્થીઓને પૂરી પાડવામાં આવી છે. વિધાર્થીઓને વિષય સબંધીત યોગ્ય પ્રશિક્ષણ મળી રહે તે માટે યુનિવર્સિટી ગુજરાત અને બહારના રાજ્યોના નિષ્ણાતોને પણ આંમત્રિત કરશે. ટ્રેનિંગ અને વર્કશોપ પાછળ અંદાજે 40-50 લાખનો ખર્ચ ફાળવવામાં આવ્યો છે. ઈન્ફ્રાસ્ટ્રકચર પાછળ પણ અંદાજીત 20-30 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.
અટલ ઈન્કયુબેશન સેન્ટરના CEO ડો. વૈભવ ભટ્ટે VoI સાથે થયેલી ખાસ વાતચીતમાં જણાવ્યું કે, અટલ ઈન્કયુબેશન સેન્ટરમાં 25 જેટલી શેડ લેબોરેટરી, 10 પર્સનલ કેબિન અને ત્રણ પર્સનલ લેબોરેટરીની સુવિધા વિધાર્થીઓને આપવામાં આવી છે. વૈભવ ભટ્ટે જણાવ્યા અનુસાર વિધાર્થીઓને ટેકનિકલ, આર્થિક, મેનેજમેન્ટ અને કાનૂની સહાયતા પણ આપવામાં આવશે.




આ અવસરે ભુપેંદ્રસિંહ ચુડાસમા સાથે ગુજરાત ટેક્નિકલ યુનિવર્સિટીના કુલપતિ નવીન શેઠ અને મુખ્ય શિક્ષણ સચિવ એસ જે હૈદરાબાદ પણ હાજર રહ્યા હતા. શિક્ષણમંત્રીના અનુસાર જીટીયુના વિવિધ સ્ટાર્ટઅપ દ્રારા આત્મનિર્ભર ભારત અભિયાનને વેગ મળશે. આ અવસર પર શિક્ષણ મંત્રીએ જીટીયુના વિધાર્થીઓ અર્પિત ચૌહાણ અને કાર્તિક આત્રેના ઈલેક્ટ્રોનિક બાઈકની સવારી પણ કરી હતી.