ગાંધીનગર: ખેડા જિલ્લાના વાલ્લા સરકારી પ્રાથમિક શાળાનો પ્રયાસ ભારતના વિવિધ રાજ્યોના કુલ- ૨૬ શિક્ષકોના નવતર અને પ્રેરક પુસ્તકરૂપે પ્રસિદ્ધ થયો છે. શિક્ષણ, આરોગ્ય અને જાણ જાગૃતિ મુદ્દે રાજયભરમાં સરકારી શિક્ષણનું નામ ઊચું કરનાર ખેડા જિલ્લાના 54 વર્ષીય પ્રયોગશીલ શિક્ષક હિતેશકુમાર બ્રહ્મભટ્ટની શોધ ટી.એમ.એલ મશીનની શોધ તેમાં પસંદગી પામી છે.
ખેડા જિલ્લાની નડિયાદ તાલુકાની વાલ્લા પ્રાથમિક શાળાએ શૈક્ષણિક અને સામાજિક પ્રકારના પ્રેરક નવાચાર માટે રાજ્યભરમાં શિક્ષણ માટે જાણીતી છે. તેના પ્રયોગશીલ અને ગાંધીવાદી શિક્ષક હિતેશકુમાર બ્રહ્મભટ્ટ ભાર વિનાના ભણતર ખ્યાલ આપી સરકારી શિક્ષણને એક નવી વાચા આપી છે. હિતેશકુમાર બ્રહ્મભટ્ટ ધ્વારા તૈયાર કરવામાં આવેલ એક શૈક્ષણિક સાધન- (ટી.એલ.એમ.) સંખ્યા ગણન,વાંચન અને લેખન માટે તથા સૌથી નાની -સૌથી મોટી સંખ્યાની સમજ માટે ખૂબ ઉપયોગી છે.
ટી.એલ.એમ.શોધી રાષ્ટ્રીય કક્ષાએ નોંધ લેવાઇ: આ શૈક્ષણિક સાધન પ્રવૃતિમય, આનંદમય શિક્ષણ આપી ભણતરનો ભાર દૂર કરે છે .તેનાથી વિદ્યાર્થીઓ એકમથી માંડી કરોડ સુધીની સંખ્યાઓ ખૂબ સરળતાથી શીખી શક્યા છે.આ શૈક્ષણિક સાધન એ અગરબત્તીના ખોખા,છાપાની પસ્તી,સાવરણીની સળી અને દોરાની ખાલી રીલમાંથી બનેલ છે.વેસ્ટમાંથી બેસ્ટ રીતે બનાવેલ આ શૈક્ષણિક સાધન વિદ્યાર્થીઓને જાતે કશુંક કરતા અને તેનાથી અનુભવજન્ય જ્ઞાન આપે છે. સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા માટે અનેકવિધ નવાચાર થઈ રહ્યા છે.ત્યારે હરિયાણા રાજ્યના નવોદય ક્રાંતિ પરિવાર દ્વારા
દેશભરમાંથી શિક્ષકોના નવીન અને પ્રેરક પ્રયાસો મંગાવવામાં આવેલ.જેમાં રાષ્ટ્રીય કક્ષાએ કુલ ૨૬ નવાચાર પસંદ થયા,તેમાં ગુજરાતમાંથી મહેસાણા,દાહોદ અને ખેડામાં એક વાલ્લા શાળા પસંદ પામી છે.
માતાઓને ઘી આપવાનું અભિયાન : આ શિક્ષક ધ્વારા શિક્ષણ સિવાય, સમાજ જાગૃતિ અને આરોગ્ય મુદ્દે કામગીરી કરવામાં આવે છે જેમાં તેમણે એક અભિયાન ચાલુ કર્યું છે જેમાં તેમની શાળાના ગામ વાલ્લામાં માતા બનનાર પ્રસૂતા બહેનોને એટેલે કે જે માતા બને એને એક કિલો શુદ્ધ ઘી આપવાની શરૂઆત કરી છે. સરકારી શાળામાં મકાન અને સવલતોના અભાવે મોટે ભાગે બાળકોને વાલીઓ પ્રવેશ અપાવતા નથી પરંતુ આ શિક્ષકે શાળાની શિકલ જ બદલી નાખી.
શૈક્ષણિક પુતળી ખેલ: સરકારી શાળાને એવો રંગાન કર્યો કે કોઈપણ વ્યક્તિ શાળાને જુએ તો તરત શાળા તરફ આકર્ષાય જાય. શાળામાં શાળાના કેમ્પસમાં વાઘ, સિંહની પ્રતિકૃતિ સાથે પર્યાવરણની જાગૃતિ માટે ભીત ચિત્રો, કિચન, ગાર્ડન, તુલસીવન, ગ્રંથ મંદિર, ઔષધિબાગ જેવી બાળકોને શાળામાં પકડી રાખે એવી સુવિધાઓ જાતે જ ઊભી કરી દીધી છે. છેલ્લા 19 વર્ષથી શૈક્ષણિક પુતળી ખેલ ધ્વારા ગુજરાત અને દેશમાં આ શિક્ષક ધ્વારા જન જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવ્યા છે જેમાં બેટી બચાવો- બેટી પઢાઑની થીમ ઉપર કામ કર્યું છે અને બાળકોએ પણ એ રાહે તૈયાર કર્યા છે.
આ પણ વાંચો: ગુજરાતની છ યુનિવર્સિટીઓમાં પ્રાકૃતિક ખેતીનો અભ્યાસક્રમ શરૂ કરી શકાશે