કપિલ શર્માના શો પર ગેસ્ટ બનીને આવેલા સ્મૃતિ ઈરાનીને ગાર્ડે ન ઓળખ્યા: નારાજ મંત્રી શૂટિંગ કર્યા વગર પરત ફર્યા

| Updated: November 24, 2021 1:11 pm

ટીવી અભિનેત્રીમાંથી રાજનેતા બનેલી સ્મૃતિ ઈરાની ‘ધ કપિલ શર્મા શો’માં ગેસ્ટ તરીકે આવવાની હતી પરંતુ હવે તે કેન્સલ થઇ ગયું છે. સ્મૃતિ ઈરાની શૂટિંગ કર્યા વગર જ પરત ફર્યા છે. સ્મૃતિ ઈરાની તેમના પુસ્તક ‘લાલ સલામ’ના પ્રમોશન માટે શો પર આવવાના હતા, પરંતુ ગાર્ડે તેમને અંદર જવા દીધા ન હતા. આખરે સ્મૃતિ ઈરાનીને પરત ફરવું પડ્યું.

સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે કેન્દ્રીય મંત્રી શૂટિંગ માટે પ્રવેશ દ્વાર પર પહોંચ્યા ત્યારે ત્યાંના સુરક્ષા ગાર્ડ અન્ના તેમને ઓળખી શક્યા ન હતા. સ્મૃતિ તેને કહે છે કે તેને સેટ પર એપિસોડ શૂટ કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે, તે આ શોની સ્પેશિયલ ગેસ્ટ છે. પરંતુ ગાર્ડે કહ્યું, ‘અમને કોઈ ઓર્ડર મળ્યો નથી, માફ કરશો મેડમ, તમે અંદર ન જઈ શકો.’

જ્યારે કપિલ અને એની પ્રોડક્શનની ટીમને આ વાતની જાણ થઈ તો સેટ પર અફરાતફરી મચી ગઈ. ત્યાર બાદ પ્રોડક્શન ટીમે સ્મૃતિ ઈરાની સાથે વાત કરવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ આખરે શૂટિંગ કેન્સલ કરવું પડ્યું. ત્યાર બાદ મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ પહોંચી અને કપિલની પ્રોડક્શન ટીમ સાથે લાંબા સમય સુધી વાતચીત કરી. જ્યારે વાત ન બની તો પ્રોડક્શન ટીમે સેટ સાથે જોડાયેલા લોકોને ઘરે જવાનું કહી દીધું.

જ્યારે સિક્યોરિટી ગાર્ડને એ વાતની ખબર પડી કે તેને જેમણે અંદર જવાથી રોકવામાં આવ્યાં અને તેમની એક પણ વાત ન સાંભળી તે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની હતાં, તો ગભરાયને સેટ પરથી ભાગી ગયો. તેણે પોતાનો ફોન પણ બંધ કરી દીધો છે. બીજી તરફ પ્રોડક્શન ટીમના સતત પ્રયાસો બાદ પણ સ્મૃતિ ઈરાનીને શૂટિંગ પર પરત ફરવા માટે મનાવી શકાયાં નહીં.

જોકે ઘણા લોકો એવું પણ કહે છે કે આ બધી ગેરસમજ સ્મૃતિ ઈરાનીના ડ્રાઈવર અને કપિલ શર્મા શોના ગેટકીપર વચ્ચે થઈ હતી. કપિલ શર્મા કે સ્મૃતિ ઈરાનીમાંથી કોઈને આ વાતની જાણ નહોતી. 

Your email address will not be published. Required fields are marked *