ગુજરાત: ગીર સોમનાથમાં ભૂકંપના 2 આંચકાઓ અનુભવાયા

| Updated: May 2, 2022 2:41 pm

સોમવારે સવારે ગુજરાતના (Gujarat ) ગીર સોમનાથ જિલ્લાના એક ગામમાં  4 અને 3.2ની તીવ્રતાના સતત બે આંચકાઓ અનુભવાયા હતા. જિલ્લાના મુખ્ય મથક વેરાવળથી 25 કિમી દૂર આવેલા તાલાલા ગામના રહેવાસીઓએ ભૂકંપના આંચકા અનુભવ્યા પછી ઊંઘમાંથી જાગી ગયા હતા અને ઘરની બહાર દોડી આવ્યા હતા. જિલ્લા વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, કોઈ જાનહાનિ અથવા સંપત્તિને નુકસાન થયું હોવાના ખબર નથી.

ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR) એ જણાવ્યું હતું કે, 4.0ની તીવ્રતાનો પ્રથમ આંચકો સવારે 6.58 વાગ્યે નોંધાયો હતો, જેનું કેન્દ્ર તાલાલા ગામથી 13 કિમી ઉત્તર-ઉત્તરપૂર્વમાં હતું.

આ પણ વાંચો: ગુજરાતની સ્થાપના જેના હસ્તે થઈ તે ‘રવિશંકર મહારાજ’ને નવી પેઢી વીસરી ગઈ

ISR એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 3.2 ની તીવ્રતાનો બીજો આંચકો, જેનું કેન્દ્ર તાલાલાથી નવ કિમી ઉત્તર-ઉત્તરપૂર્વમાં હતું, સવારે 7.04 વાગ્યે નોંધાયું હતું.

Your email address will not be published.