ગુજરાત: ડેન્ગ્યુ જેવા વેક્ટર-જન્ય રોગોના કેસોમાં વૃદ્ધિ, મલેરિયાના કેસો કરતાં 79% નો વધારો

| Updated: April 25, 2022 3:24 pm

ડેન્ગ્યુ (Dengue) જેવા વેક્ટર- જન્ય રોગોના કેસો રાજ્યમાં ચિંતજનકરીતે  વધી રહ્યા છે.રાજ્ય સરકાર દ્વારા નેશનલ સેન્ટર ફોર વેક્ટર બોર્ન ડિસીઝને પૂરા પાડવામાં આવેલ ડેટા છેલ્લા ત્રણ વર્ષની સંચિત સરેરાશની સરખામણીમાં 2021માં મેલેરિયાના કેસોમાં 62.2% ઘટાડો દર્શાવે છે. જ્યારે ડેન્ગ્યુના (Dengue) 8,013 કેસો હતા જે મેલેરિયાના કેસો કરતા બમણા હતા.

આ પણ વાંચો: ઉસ્માનપુરાની ફોરચ્યુન હોટલમાં બીચ વેસ્ટીન ઇન્ટરનેશનલ કલબ નામની કંપનીએ ઇવેન્ટ યોજી ઠગાઇ આચરી

એએમસીના એક વરિષ્ઠ આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે કે,  મેલેરિયા પ્લાઝમોડિયમ વિવેક્સ ને  કારણે થાય છે અને તેની દવા ઉપલબ્ધ છે, જ્યારે  ડેન્ગ્યુ એ દવા વગરનો વાયરલ રોગ છે. ડેન્ગ્યુના (Dengue) ચાર પ્રકાર છે જે સમગ્ર વર્ષ દરમિયાન સક્રિય રહે છે. ઉપરાંત, ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને ઝીકા વાયરસના વાહક એડીસ ઇજિપ્તી મચ્છર સ્થિર પાણીમાં પણ ટકી રહેવા માટે ઝડપથી અનુકૂલન કરી રહ્યા છે.

Your email address will not be published.