ગુજરાતઃ આસારામે તેના વિરુદ્ધના તમામ આરોપોને કાવતરું ગણાવી નકારી કાઢ્યા

| Updated: August 5, 2022 8:45 am

આસુમલ હરપલાણી ઉર્ફે આસારામ (Asaram) પર 2013માં તેના એક ભૂતપૂર્વ ભક્ત દ્વારા લગાડેલા બળાત્કાર, ગેરકાયદેસર કેસ અને ફોજદારી કાવતરાના તમામ આરોપોને ગુરુવારે તેણે ગાંધીનગર જિલ્લા કોર્ટ સમક્ષ જુબાની આપતાં નકારી કાઢ્યા હતા. અને ફોજદારી કાર્યવાહીને તેમની વિરુદ્ધનું કાવતરું ગણાવ્યું હતું.

આસારામની જુબાની વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા લેવામાં આવી હતી, કારણ કે તે રાજસ્થાનના જોધપુરની સેન્ટ્રલ જેલમાં બંધ છે. તે કિશોરી પર જાતીય હુમલાના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. તેને 2018માં દોષી ઠેરવવામાં આવ્યો હતો.

વિશેષ ફરિયાદી આર. સી કોડેકરના જણાવ્યા અનુસાર, વધારાના જિલ્લા ન્યાયાધીશ ડી. કે સોનીએ આરોપીના વધુ નિવેદન રેકોર્ડ કરવા માટે CrPCની કલમ 313ની જોગવાઇઓ હેઠળ આસારામને વિવિધ પ્રશ્નો પૂછ્યા હતા. તેમનું નિવેદન લગભગ 175 પાનાંમાં પૂરું થયું. ફરિયાદીએ કહ્યું કે, આસારામની પત્ની, પુત્રી અને તેના ચાર નજીકના સહયોગીઓ સહિત છ સહઆરોપીઓની પૂછપરછ શુક્રવારે થશે.

બચાવ પક્ષના એડવોકેટ ચંદ્રશેખર ગુપ્તાએ જણાવ્યું કે, ટ્રાયલનો આ તબક્કો આરોપી માટે પોતાનો કેસ રજૂ કરવાની પ્રથમ તક હોવાથી આસારામે ફરિયાદી દ્વારા તેમના પર અને તેમના પરિવારના સભ્યો પર લગાવેલા આરોપોને આકરી કાઢ્યા હતા. અને કોર્ટને એમ પણ કહ્યું કે, આ તેમની વિરુદ્ધ કાવતરું છે. અને તેણે એમ પણ કહ્યું કે, આ આરોપો ચોક્કસ લોકોએ તેમના પર લગાવ્યા છે. જેમને તેઓએ તેમના આશ્રમમાંથી 12 વર્ષ પહેલા હાંકી કાઢ્યા હતા. તેણે કોર્ટને કહ્યું કે, ફરિયાદીના કહેવા પર દાખલ કરવામાં આવેલી એફઆઈઆર ખોટી છે અને પોલીસે પણ સત્ય શોધવા માટે કોઈ પ્રયાસ કર્યો નથી.

આસારામ પર પોક્સોના આરોપ હેઠળ રાજસ્થાનમાં કેસ નોંધાયા બાદ, તેનો એક ભૂતપૂર્વ ભક્ત સુરત આવ્યો અને તેના પર મોટેરા ખાતેના તેના આશ્રમમાં 1997 થી 2006 દરમિયાન તેના પર બળાત્કાર કરવાનો આરોપ મૂક્યો. પીડિતાની નાની બહેને આસારામના પુત્ર નારાયણ સાંઈ પર તેનું જાતીય શોષણ કરવાનો આરોપ મૂક્યો હતો. ત્યારબાદ સાંઈ પર પણ બળાત્કારનો ગુનો નોંધાયો હતો અને સુરતની કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી છે.

આ પણ વાંચો: આશારામ આશ્રમમાંથી ગુમ થયેલ યુવકના ભાઈએ કરી પોલીસ ફરિયાદ

Your email address will not be published.