ગુજરાત ATS અને સુરત પોલીસને મળી મોટી સફળતા, વર્ષોથી ફરાર આરોપીઓની ધરપકડ

| Updated: May 15, 2022 6:12 pm

ગુજરાત ATS અને સુરત પોલીસે નાર્કોટિક્સ, હત્યાના ગુનામાં ફરાર 6 આરોપીની ઓરિસ્સાથી ધરપકડ કરી છે. પોલીસની અલગ અલગ ટીમો બનાવી છેલ્લા 7 થી 12 વર્ષથી ફરાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે ઝડપાયેલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતમાં ગુનાખોરી ડામવા માટે અને ભૂતકાળમાં ગુનામાં સંડોવાયેલા હોય તેવા આરોપીઓને પકડી પાડવા સુરત પોલીસ સાથે ગુજરાત પોલીસે ખાસ અભિયાન શરૂ કર્યું છે. ત્યારે સુરતના અલગ-અલગ ગુનામાં છેલ્લા સાત વર્ષથી લઈ બાર વર્ષ સુધી પોલીસ પકડથી બચાવવા માટે નાસતા ફરતા હોય તેવા આરોપીઓને પકડી પાડવામા આવ્યા છે. આ આરોપીઓને પકડવા માટે સુરત પોલીસે અલગ-અલગ ટીમો બનાવી હતી.

નશાના કારોબાર સાથે જોડાયેલા અને તેની સાથે હત્યાના ગુનામાં સંડોવાયેલા હોય તેવા આરોપીઓને પકડી પાડવા માટે ઓરિસ્સામાં સુરત પોલીસની એસઓજીની ટીમે સંકલન કરીને એક ઓપરેશન શરૂ કર્યું હતું. જેમાં વરાછા પીએસઆઇ પી.બી,જાડેજા અને લિંબાયત પીએસઆઇ એસ.એસ.મલિક તથા અલગ અલગ પોલીસ મથકના કર્મીઓની એક ટીમ બનાવાઈ હતી.ઓરિસ્સાના અલગ અલગ વિસ્તારમાં છાપો મારી લિંબાયત પોલીસ મથકના નાર્કોટિક્સના આરોપી સિમાંચલ ઉર્ફે કાલિયા ભજરામ પ્રધાનને પકડી પાડ્યા હતો.

આરોપી 9 વર્ષથી નાસતો ફરતો હતો. તેવી જ રીતે કતારગામ પોલીસના નાકોર્ટિક્સના ગુનામાં છેલ્લા 5 વર્ષથી ફરાર આરોપી સુભાષ રાઉત અમરોલી પોલીસમાં નાર્કોટિક્સના ગુનામાં 3 વર્ષથી ફરાર રાજુ ઉર્ફે રાજેન્દ્ર ભીકા બહેરા સરથાણા પોલીસના હત્યાના ગુનામાં 7 વર્ષથી નાસતા ફરતા બલરામ સરદીન બહેરા લિંબાયત પોલીસમાં હત્યાના ગુનામાં 12 વર્ષથી નાસતા ફરતા સંતાષ રધુનાથ બિશોઇ અને ઉધના પોલીસમાં છેતરપિંડીના ગુનામાં 7 વર્ષથી નાસતા ફરતા જગદિશ જુગલકિશોર રાઉતને પકડી પાડ્યા હતા.

ઝડપાયેલા આરોપીઓને સુરત ખાતે લાવી પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. જો કે પોલીસ દ્વારા ગુનામાં સંડોવાયેલા આરોપી છેલ્લા ત્રણ વરસથી ક્યાં હતા અને તેમની મદદ પણ કરી કે તે દિશામાં તપાસ શરૂ કરી છે. સાથે સાથે છેલ્લા કેટલાક વર્ષથી નાસતા ફરતા આરોપીઓએ કયા કયા ગુનામાં સંડોવાયેલા છે તે દિશામાં પણ સુરત પોલીસે તપાસ શરૂ કરી છે.

( અહેવાલ: મયુર મિસ્ત્રી, સુરત )

Your email address will not be published.