ગુજરાત, બિહાર અને લદ્દાખ કાર્બન ઉત્સર્જનને ડામવામાં મોખરે

| Updated: September 25, 2021 7:37 am

ક્લાયમેન્ટ ચેન્જના પડકારનો સામનો કરવા વિશ્વના કેટલાય દેશો આજે ઉર્જાના પરંપરાગત સ્ત્રોત તરફ આગળ વધી રહ્યા છે. તેવામાં ભારતમાં ગુજરાત, બિહાર અને લદ્દાખ આ દિશામાં મોખરે છે.

શુક્રવારે ક્લાઇમેટ ગ્રુપ દ્વારા આયોજિત ન્યૂ યોર્ક ક્લાઇમેટ વીકની ચર્ચામાં એક વાત સર્વસંમતિથી બહાર આવી કે, વિશ્વભરના દેશો કાર્બન ઉત્સર્જનને શૂન્ય સુધી લઈ જવા કટીબદ્ધ છે.

ભારતની વાત કરવામાં આવે તો, દેશમાં ગુજરાત કાર્બન ઉત્સર્જનમાં નોંધપાત્ર ઘટાડો કરવાના માર્ગે આગળ વધી રહ્યું છે. ભવિષ્યની તમામ વીજ જરૂરિયાતોને પહોંચી વળવા ઉર્જાના નવીન સ્ત્રોત તરીકે રાજ્યએ રીન્યુએબલ એનર્જી તરફ વળવાનું નક્કી કર્યું છે.

GERMI નું નવું વિશ્લેષણ દર્શાવે છે કે રાજ્યમાં કોલસાથી થતા વીજ ઉત્પાદનનું પ્રમાણ 2030 સુધીમાં ઘટીને 16 ટકા થઈ જશે, જે વર્તમાન 63 ટકા છે. એટલુ જ નહીં, કચ્છ જિલ્લામાં વિશ્વનું સૌથી મોટું ગ્રીડ-સ્કેલ બેટરી સ્ટોરેજ પણ સ્થાપાઈ રહ્યું છે અને ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ માટે ભારતના સૌથી મોટા બજારોમાંનું એક છે. વિશ્લેષણ બતાવે છે કે માત્ર ગુજરાતને વધુ થર્મલ કોલસાની અસ્કયામતો બનાવવાની જરૂર નહીં પડે, પણ તેને માત્ર જૂના અને પ્રદૂષણ ફેલાવતા વિજ ઉત્પાદક પ્લાન્ટસ દૂર કરવા વિચાર કરવો પડશે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં વીજળી ઉત્પન્ન કરવાથી વાતાવરણમાં 40 ટકા કાર્બન ઉત્સર્જન થાય છે.

લદ્દાખ સૌર અને પવન ઉર્જા સાથે 10 GWની રિન્યુએબલ ઉર્જા ઉત્પાદન કરવાની દિશામાં કામ કરી રહ્યું છે, અને તે 50MWh બેટરી સંગ્રહ ક્ષમતા ધરાવતું સ્ટોરેજ સ્થાપિત કરી રહ્યું છે, જે ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે.

એટલું જ નહીં, નીતિ આયોગે તેના વિઝન 2050માં વિકાસ યોજનાના ભાગરૂપે રાજ્યના દરેક વિભાગમાં એક્શન પ્લાન જારી કરી અને કાર્બન ન્યુટ્રાલીટી સાથે જોડવા માટે TERI ની નિમણૂંક કરી છે. લાંબા ગાળા સુધી ઉર્જા મેળવવા અને નેટ ઝીરો લક્ષ્યોને હાંસલ કરવા માટે રાજ્યોની યોજનાઓ સારી રીતે મૂકવામાં આવી છે.

ઉદાહરણ તરીકે, ગુજરાત ઉત્સર્જનમાં નોંધપાત્ર ઘટાડો કરવાની દિશામાં આગળ છે કારણ કે રાજ્યએ ભવિષ્યની તમામ વીજ જરૂરિયાતોને પહોંચી વળવા માટે માત્ર રિન્યુએબલ એનર્જી પર આધાર રાખવાનું પસંદ કર્યુ છે.

લદ્દાખના પાવર ડેવલપમેન્ટ સેક્રેટરી રવિન્દર કુમારે જણાવ્યું હતું કે, “અમે આગામી કેટલાક વર્ષોમાં લદ્દાખને કાર્બન ન્યુટ્રલ ટેરિટરીમાં રૂપાંતરિત કરવાની કવાયત શરૂ કરી છે. અમે ઈલેક્ટ્રીક અને હાઈડ્રોજનથી ચાલતા વાહનોને વધુ વાપરવા ભાર મુકી રહ્યા છીએ.

બિહારમાં કાર્બનનું સ્તર ઘટાડવા અંગે વાત કરતા રાજ્યના પર્યાવરણવિભાગના સચિવ દિપક કુમારે જણાવ્યું હતુ કે: “રાજ્યએ 2040 સુધીમાં લો કાર્બન પાથવે વિકસાવવાનું કામ શરૂ કર્યું છે. આગામી બે વર્ષમાં, અમે ઉત્સર્જનનાં સ્તરનો અભ્યાસ કરીશું. અને તેના આધારે 2040 સુધીમાં અમે ઉત્સર્જનને ઘટાડવા માટેની નવી નીતિ તૈયાર કરીશું.

તાજેતરના IPCC અહેવાલમાં ચેતવણી આપવામાં આવી છે કે જો વિશ્વના દેશો ઉત્સર્જનને રોકવાનો પ્રયત્ન નહીં કરે તો તેની આબોહવા પર અભૂતપૂર્વ અસરો જોવા મળશે.

Your email address will not be published. Required fields are marked *