ગુજરાત ભાજપના મંત્રી અર્જુનસિંહ ચૌહાણ પર બળાત્કારનો આરોપઃ મહિલાને પાંચ વર્ષ સુધી ગોંધી રાખી

| Updated: July 31, 2022 5:45 pm

ગુજરાત ભાજપના મંત્રી અર્જુનસિંહ ચૌહાણ પર એક મહિલા પર બળાત્કાર અને ગેરકાયદેસર રીતે ગોંધી રાખવાનો આરોપ છે. ચૌહાણ ગુજરાતના ગ્રામીણ વિકાસ અને ગૃહનિર્માણ મંત્રી છે અને મહેમદાવાદના ધારાસભ્ય છે. 27 જુલાઈના રોજ મહેમદાવાદ શહેરના હલદરવાસ ગામના ભૂતપૂર્વ સરપંચ હિતેશ પટેલે ગ્રામ્ય પોલીસમાં અરજી કરી આરોપ લગાવ્યો હતો કે ચૌહાણે તેની પત્નીને 2015થી 2021 દરમિયાન ઘણી વખત ગોંધી રાખી હતી અને તેના પર બળાત્કાર કર્યો હતો.

અર્જુનસિંહે મારી પત્ની પર પાંચ વર્ષ બળાત્કાર કર્યો

અર્જુનસિંહ 2015માં ભાજપના જિલ્લા સમિતિના પ્રમુખ હતા ત્યારે તેમણે મારી પત્નીને તાલુકા પંચાયતના ઉમેદવાર તરીકે નોમિનેટ કરી હતી અને તે ચૂંટાઈ આવી હતી. આ વાત ત્યારની છે જ્યારે મારી પત્ની તેના સંપર્કમાં આવી હતી. તેના પછી અર્જુનસિંહે મીટિંગના નામે મારી પત્નીને વિવિધ સ્થાનાઓ બોલાવીને બળાત્કાર ગુજાર્યો હતો, એમ પૂર્વ સરપંચે જણાવ્યું હતું.

જ્યારે મેં મારી પત્નીને ચૌહાણ સામે ફરિયાદ નોંધાવવા કહ્યુ ત્યારે તેણે ના પાડી, કારણ કે તે એક શક્તિશાળી વ્યક્તિ છે અને અમારા પરિવારને નુકસાન પહોંચાડી શકે છે, એમ તેણે ઉમેર્યુ હતુ.

અર્જુનસિંહે તેને પ્રભાવશાળી લોકો સાથે સૂવા દબાણ કર્યુ

કોવિડ લોકડાઉન દરમિયાન અર્જુનસિંહે મારી પત્નીને એક મહિનાથી વધુ સમય માટે કોઈ જગ્યાએ બંધ કરી દીધી હતી અને તેની સાથે ઘણી વખત બળાત્કાર કર્યો હતો. એટલું જ નહી, તેણે તેને અન્ય પ્રભાવશાળી લોકો સાથે સૂવા માટે પણ દબામ કર્યુ હતુ. ફરિયાદીએ એવો પણ દાવો કર્યો હતો કે તેની પત્ની ભાજપના આ પ્રભાવશાળી મંત્રીથી ડરી ગઈ હતી અને તેથી તેણે પોતાનું ઘર પણ છોડી દીધું હતું.

દરમિયાન ખેડા એસએસપીએ કહ્યું કે, “અમને હલદરવાસ ગામમાં રહેતા એક વ્યક્તિની અરજી મળી છે. જો આરોપો સાચા જણાશે તો ફોજદારી કાર્યવાહીને અનુસરવામાં આવશે.

કાયદા સમક્ષ સમાનતા, સરઃ મહુઆ મોઇત્રા

તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાએ રવિવારે ટ્વિટર પર ભાજપના ધારાસભ્યની નિંદા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ભાજપના ગુજરાત ખાતેના મંત્રી અર્જુનસિંહ મહિલા પર બળાત્કાર કર્યો હતો અને તેને પાંચ વર્ષ ગોંધી રાખી રાખવામાં આવી હતી. માનનીય અધ્યક્ષ ઓમબિરલા સોમવારે લોકસભામાં પ્રવેશવાની સાથે જ વિપક્ષને માઇક આપશે જેથી અમે પીએમને માફી માંગવા અને કાયદા સમક્ષ બધાને સમાન રાખવા કહી શકીએ,” એમ ટવીટ કર્યુ હતુ. ડ઼્રામાબહુ બ્રિગેડે આ મુદ્દે મૌન સેવ્યુ હતું.

ગુજરાતના પ્રધાનના સંડોવતા કૌભાંડ પર પ્રતિક્રિયા આપતા તૃણમૂલ કોંગ્રેસના નેતા ડેરેક ઓબ્રાયને પણ ટવીટ કર્યુઃ “પ્રિય પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ, સોમવારે સવારે તમને સંસદમાં જોવા માટે આતુર છે. તમે વિપક્ષ દ્વારા મહિલાઓના અનાદરનો મુદ્દો ઉઠાવવા બદલ આટલા ઉત્સુક હોવાથી અમે બધા રાહ જોઈ રહ્યા છીએ. સોમવારે સવારે 11 વાગે મળીએ. જો 56 ઇંચની છાતી ન આવી શકે તો નંબર ટુને મોકલે.

ટીએમસીએ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર પણ આ જ આરોપોનો ઉલ્લેખ કરીને મહિલા સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો હતો.

મંત્રીએ પાંચ કરોડનો માનહાનિનો કેસ દાખલ કર્યો

આ મામલે તપાસ બાદ ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદી હિતેશ પટેલની પત્નીનું નિવેદન લીધું હતું અને દાવાઓને પાયાવિહોણા જાહેર કર્યા હતા. હિતેશ પટેલની પત્નીએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે તેનો પતિ શંકાસ્પદ સ્વભાવનો છે. તેણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે તે તેને માર મારતો હતો તેથી તે પતેના પતિને છોડીને તેની બહેન સાથે બીજા શહેરમાં રહેવા લાગી હતી. દરમિયાન ચૌહાણે ખોટા આરોપોના લીધે પાંચ કરોડનો માનહાનિનો કેસ દાખલ કર્યો છે.

આ દરમિયાન પક્ષની ટ્વિટર આર્મીએ અર્જુનસિંહના સમર્થનમાં ઝંપલાવી દીધું છે. તેઓએ બળાત્કારના આરોપી ચૌહાણના સમર્થનમાં ઝંપલાવી દીધું છે.

Your email address will not be published.