ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ગુરુવાર, 12 મેના રોજ જાહેર કરવામાં આવવાનું છે. રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ટ્વિટર પર માહિતી આપતા જણાવ્યું હતું કે, ધોરણ 12 (એચએસસી) વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ આજે સવારે 10 વાગ્યે જાહેર કરવામાં આવશે.
આ વર્ષે, ગુજરાત બોર્ડ 12મા વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 28 માર્ચે શરૂ થઈ હતી અને 18 એપ્રિલે પૂર્ણ થઈ હતી, જેમાં એક લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. એચએસસી સાયન્સના પેપરોની મૂલ્યાંકન પ્રક્રિયા 11 એપ્રિલથી શરૂ થઈ ગઈ હતી અને આશરે એક મહિના બાદ, ગુજરાત બોર્ડ પરિણામ જાહેર કરવા માટે તૈયાર છે.
ગુજરાત બોર્ડે ગયા વર્ષે ધોરણ 10 અને 12 બંને માટે 100 ટકા પાસ ટકાવારી નોંધાવી હતી કારણ કે કોવિડ-19 રોગચાળાને કારણે પરીક્ષાઓ રદ કરવામાં આવી હતી. ગત વર્ષે, બોર્ડના ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 17 જુલાઈએ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં 3,245 જેટલા વિદ્યાર્થીઓએ ‘A’ ગ્રેડ મેળવ્યા હતા.
વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાઓ સવારે 10 વાગ્યે સીટ નંબર દાખલ કરીને સત્તાવાર વેબસાઇટ – gseb.org પર પરિણામ મેળવી શકશે.
ગુજરાત બોર્ડ છ ગ્રેડમાં પરિણામ જાહેર કરે છે અને વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરવા માટે ઓછામાં આછો ‘ડી’ ગ્રેડ મેળવવો જરૂરી છે. ‘E1’ અને ‘E2’ ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓએ તેમના પ્રદર્શન અને ગ્રેડમાં સુધારો કરવા માટે GSEBની પૂરક પરીક્ષા આપવી પડે છે. ડિફરન્ટલી-એબલ્ડ કેટેગરીને પરીક્ષા પાસ કરવા માટે ઓછામાં ઓછા 20 ટકા માર્ક્સની જરૂર હોય છે.
પરિણામો/અપડેટ્સ તપાસવા માટે અહીં ક્લિક કરો: gseb.org