ગુજરાતના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ પર મહિલાના શારીરિક શોષણનો આરોપ

| Updated: July 28, 2022 11:18 am

બોટાદમાં લઠ્ઠાકાંડના પગલે ગુજરાત સરકાર પર માછલા ધોવાઈ રહ્યા છે અને તેમા પણ ખાસ કરીને ગૃહપ્રધાન હર્ષ સંઘવી પર ખાસ પસ્તાળ પડી રહી છે. આ સંજોગોમાં હવે રાજ્ય સરકારના અન્ય કેબિનેટ મંત્રી અને મહેમદાવાદના વિધાનસભ્ય અર્જુનસિંહ ચૌહાણ પર મહિલાના શારીરિક શોષણનો આરોપ લાગ્યો છે.

મહેમદાવાદ તાલુકાના હલદરવાસ ગામના ભૂતપૂર્વ સરપંચે અરજીમાં મંત્રી અર્જુનસિંહ ચૌહાણ પર આરોપ મૂકતા જણાવ્યું હતું કે તેઓ ધારાસભ્ય અને ભાજપ જિલ્લા પ્રમુખ હતા ત્યારે તેમણે હોદ્દો અને સત્તાનો દૂરુપયોગ કરીને મારી પત્ની પર દુષ્કર્મ આચર્યુ હતુ. તેમણે આ અંગે ખેડા જિલ્લા એસ.પી. કચેરીમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું હતું કે મંત્રીના ભયના લીધે મારી પત્ની ઘર છોડીને જતી રહી છે. તેમણે પોતાનું નામ ન દર્શાવતા જણાવ્યું હતું કે તેના લીધે મારા કુટુંબ પર જોખમ આવી શકે છે. પત્ની સાથે 2015માં પરિચયમાં આવેલા અર્જુનસિંહ ચૌહાણે 2016થી 2021 સુધી અરજદારની પત્નીનું શારીરિક શોષણ કર્યાનો આરોપ મૂક્યો હતો.

અર્જુનસિંહે અરજદારની પત્નીને તાલુકા પંચાયતમાં સભ્ય બનાવી પોતાના પ્રભાવમાં લાવી દીધી હતી. તેના પછી તેનું શારીરિક શોષણ કરી બીજા પાસે મોકલીને પણ તેનું શોષણ કરવામાં આવ્યુ હતુ. કોરોના કાળમાં અર્જુનસિંહે દોઢ મહિના સુધી મારી પત્નીને તેની જગ્યામાં ગોંધી રાખી હતી. આ બાબત ધ્યાન પર આવતા પોલીસ ફરિયાદ કરવા પત્ની પર દબાણ કર્યુ હતુ, પરંતુ કેબિનેટ મંત્રીની તાકાતથી ડરી ગઈને પત્ની પોલીસ ફરિયાદ કરવાના બદલે બે મહિના અગાઉ ઘર છોડી પૂના બાજુના કોઈ ગામમાં જતી રહી છે.

અરજદારે જણાવ્યું હતું કે અર્જુનસિંહ 2015માં મારી પત્નીના સંપર્કમાં આવ્યા હતા. તેમણે લાલચ આપીને હોદ્દાનો પ્રભાવ બતાવીને મારી પત્નીને ફોસલાવી તેનું શારીરિક શોષણ ચાલુ કર્યુ હતુ. પછી આ શોષણ ચાલુ રહે તે માટે પત્નીને તાલુકા પંચાયતની ટિકિટ આપીને તેને તાલુકા પંચાયતની સભ્ય બનાવી હતી. પછી મીટિંગોના બહાને મારી પત્નીને અર્જુનસિંહ જુદા-જુદા સ્થળે બોલાવીને તેનું શારીરિક શોષણ કરતા હતા. તેના પછી તેના પર દબાણ લાવીને બીજા વગદાર લોકો પાસે પણ મોકલતા હતા. મારી પત્નીનું આવુ શોષણ 2016થી 2021 સુધી ચાલ્યુ હતુ. આ બાબત બહાર પડતા મારી પત્ની અને બાળકો સમાજમાં ઊંચું માથુ રાખીને ફરી શકતા નથી. મારી પત્નીને અર્જુનસિંહે એવી ધમકી આપી હતી કે આ વાત બહાર જશે તો તારા ફેમિલીને પૂરુ કરાવી દઇશ. મારી પત્ની મને અર્જુનસિંહ કરેલા ખોટા કામ અને કરતૂતોની વાત કહેતી હતી. મેં તેને પોલીસમાં ફરિયાદ કરવા સમજાવી હતી, પરંતુ તેને અર્જુનસિંહને ડર એવો હતો કે તેના લીધે મને તથા મારા બાળકોને પણ નુકસાન થશે.

Your email address will not be published.