ગુજરાત કેડરના આઇએએસ ઓફિસર કે રાજેશની લાંચ કૌભાંડમાં સીબીઆઇ દ્વારા ધરપકડ

| Updated: May 21, 2022 12:44 pm

ગાંધીનગરઃ ગુજરાત કેડરના 2011ની બેચના આઇએએસ અધિકારી કે રાજેશના નિવાસ્થાને સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)એ દરોડા પાડ્યા છે. આ દરોડામાં તેમના સુરતના વચેટિયા રફીકનુંનામ પણ ખૂલ્યું છે. તેના લીધે વધારે વિગતો બહાર આવે તેમ મનાય છે. તેઓની ધરપકડ કરવામાં આવી છે. તેઓને આગામી સમયમાં અમદાવાદમાં સીબીઆઇની સ્પેશ્યલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

ગાંધીનગર સહિત અનેક સ્થળોએ મોડી રાત્રે દરોડાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. કે રાજેશની સામે બંદૂકના સોદા અને જમીનના સોદા જેવા કામોમાં લાંચ લેવાના આરોપસર કાર્યવાહી થઈ રહી છે. તેમા સુરતના વચેટિયા રફીક મેમણ પાસેથી મહત્વની વિગતો મળે તેમ માનવામાં આવે છે.

સીબીઆઇ દ્વારા રાજેશના ઘર ઉપરાંત ઓફિસે પણ તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. સીબીઆઇના અધિકારીએ આ અંગે જણાવ્યું હતું કે તપાસ એજન્સીના દિલ્હી યુનિટે અધિકારી સામે ભ્રષ્ટાચારનો કેસ દાખલ કર્યો પછી મોડી રાત્રે દરોડા પાડવામાં આવ્યા હતા.

સીબીઆઇનું આ ઓપરેશન ગાંધીનગર, સુરેન્દ્રનગર, સુરત અને અધિકારીના વતન આંધ્રપ્રદેશના રાજામુંદ્રી નામના તેમના ઘરે પણ હાથ ધરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે સોરાષ્ટ્રના સુરેન્દ્રનગરમાં જિલ્લા કલેક્ટરની નિમણૂક દરમિયાન તેમનો કાર્યકાળ કલંકિત રહ્યો છે. સૌરાષ્ટ્રમાં પણ તેમની કામગીરી વખતે તેમની સામે ભ્રષ્ટાચારની અનેક ફરિયાદો મળી હતી.

કે રાજેશની ગૃહવિભાગમાંથી પણ બદલી કરવામાં આવી હતી, કારણ કે તે વિભાગ હેઠળની એસીબી દ્વારા તેમની સામે ફરિયાદો દાખલ કરઆઈ હતી. એડિશનલ ચીફ સેક્રેટરી રેન્કના નિવૃત્ત અધિકારી દ્વારા તેમની સામે પહેલાથી જ ઉચ્ચસ્તરીય તપાસ ચાલી રહી છે.

સીબીઆઇના સૂત્રોએ જણાવ્યું હતું કે સનદી અધિકારી પર જમીનના સોદામાં લાંચ લીધા બાદ હથિયારનું લાઇસન્સ આપવાનો આરોપ છે. ગુજરાતના આ અધિકારી કે રાજેશ માટે વિવાદોની કોઈ નવાઈ નથી. તેમની સામે ભૂતકાળમાં થયેલા આરોપોની તપાસ ગુજરાત સરકારની ઉચ્ચસ્તરીય ટીમ ચલાવી રહી છે તેવામાં સીબીઆઇની એન્ટ્રી થઈ છે. રાજેશ 2010ની બેચના ગુજરાત ખાતેના આઇએએસ ઓફિસર છે.

મૂળ આંધ્રમાં જન્મેલે રાજેશે પોંડિચરી સેન્ટ્રલ યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિક એન્ડ ઇલેક્ટ્રોનિક્સમાં એન્જિનિયરિંગ કર્યુ છે. તેમણે 103માં ક્રમે યુપીએસસી પાસ કરી છે. 2013માં તેમનું પહેલું પોસ્ટિંગ જૂનાગઢમાં આસિસ્ટન્ટ તરીકે થયું હતું. તેના પછી તેઓ સુરતમાં જિલ્લા વિકાસ અધિકારી બન્યા હતા. સુરતમાં તેઓ વિવાદાસ્પદ રહ્યા હતા.

Your email address will not be published.