ભૂપેન્દ્રભાઈ પટેલ હેઠળ સુરતમાં સ્વતંત્રતા સપ્તાહ દરમ્યાન હર ઘર તિરંગા કાર્યક્રમની ઉજવણી 

| Updated: August 4, 2022 2:04 pm

સુરત (Surat) ખાતે આજે સુરત (Surat) મહાનગરપાલિકા દ્વારા આયોજીત દેશની આઝાદીની 75 વર્ષની ઉજવણી નિમિત્તે આઝાદી કા અમૃત મહોત્સવ અભિયાન અંતર્ગત સ્વતંત્રતા સપ્તાહ દરમ્યાન હર ઘર તિરંગા કાર્યક્રમની રાષ્ટ્રવ્યાપી ઉજવણી સંદર્ભે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગેવાની હેઠળ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.  

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, વડાપ્રધાને દેશની એકતા, અખંડીતતા અને “એક ભારત, શ્રેષ્ઠ ભારત” નાં પ્રતિક રાષ્ટ્રીય તિરંગાને ઘરે ઘરે લાહેરાવવાનું આહ્વાન કર્યું છે. અને ગુજરાતમાં પણ આ આહ્વાનને વ્યાપક પ્રમાણમાં ઝીલીને આગામી 13 થી 15 ઓગસ્ટ દરમ્યાન એક કરોડ ઘરો ઉપર તિરંગો લહેરાવવો છે. સુરત મહાનગરના હર એક નગરજનમાં “હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગા”ની રાષ્ટ્રભાવના જગાવવા એક સુંદર આયોજન કર્યું છે.

ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું કે, મોજમસ્તી અને ખાનપાનના શોખીન ગણાતા સુરતીઓએ આજે પદયાત્રામાં જોડાઈને રાષ્ટ્રભક્તિમાં પણ અગ્રેસરતા દાખવી છે. “હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગા” પદયાત્રા પ્રત્યે સુરત વાસીઓમાં 13 થી 15 ઓગસ્ટ દરમ્યાન પોતાના ઘરે ત્રિરંગો લહેરાવવાનો રાષ્ટ્ર ચેતના સંદેશ પ્રસરાવશે એવો તેમને વિશ્વાસ છે. તેમણે આઝાદી કા અમૃત મહોત્સવે બધા સાથે મળીને ગૌરવવંતા ત્રિરંગાને ઘરે ઘરે લહેરાવી માં ભારતીનું ગૌરવ વધારીને સૌ સાથે મળી આગળ વધવાનું જણાવ્યું હતું.

સી.આર.પાટીલે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશની અંદર દરેક ઘરે આ ધ્વજ પહોંચે અને 13, 14 અને 15 ઓગસ્ટ સુધી લહેરાવે એના માટે તેમને સખત પ્રયત્ન અને યોગ્ય આયોજન કર્યું છે. ગુજરાતમાં પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે એક કરોડ રાષ્ટ્રધ્વજની વ્યવસ્થા કરી છે, પરંતુ સરકારી ઓફિસો પર, ગ્રામપંચાયત થી સચિવાલય સુધી આ રાષ્ટ્રધ્વજ તો લાગશે જ પરંતુ ત્રિરંગાને જે દરેકના ઘરે ઘરે લગાવવાનો છે તે આગ્રહ દરેકે કરવાનો છે.

તેમણે આગળ જણાવ્યું કે, આપણે ખરા અર્થમાં આ રાષ્ટ્રધ્વજને મહત્વ આપીએ છીએ. કોઈ આપણને આપી જાય અને આપાને લહેરાવીએ એના કરતા જે બાળકોએ પોતાના બચતના ડબ્બા તોડીને એમાંથી રાષ્ટ્રધ્વજ ખરીદીને પોતાના ઘર પર લગાવ્યા છે. મારે આપ સૌને પણ કહેવું છે કે યુવાનો અને વિદ્યાર્થીઓએ પણ પોતાના ઘર પર ધ્વજ લાગાવે અને એના ફોટા અને વિડીઓ તે પોતાના સોશિયલ મીડિયામાં અપલોડ કરતા જાય એનાથી બાકીના મિત્રોને પણ પ્રેરણા મળશે. આયોજન અનુસાર એક કરોડના ધ્વજ તો ઓછા પડશે બીજા ધ્વજ સુરતમાંથી વ્યસ્થા કરી રહ્યા છીએ તે એટલા માટે જરૂરી છે કેમ કે સુરત શહેરનાં દરેક ઘરમાં ત્રિરંગો લાગે તે અમારી કલ્પના ને અમારે સાકાર કરવી છે. સુરત શહેર જે આખા દેશ માટે રાષ્ટ્રધ્વજ પુરા પાડે છે તો સુરત માટે ચોક્કસ વ્યવસ્થા કરી શકાશે એવો મને વિશ્વાસ છે.

આખા દેશમાં ધ્વજ સુરતમાંથી જાય છે તો પ્રેરણા પણ સુરત માંથી જ જાય જેથી સમગ્ર દેશની અંદર દરેક ઘરે આ ધ્વજારોહણ કરવાની શરૂઆત સુરતથી થઈ છે.

આ કાર્યક્રમમાં રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ, માર્ગ અને મકાન મંત્રી પુર્ણેશભાઈ મોદી, ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, શહેરી વિકાસ રાજ્યમંત્રી વિનોદભાઈ મોરડિયા, ઉર્જા મંત્રી મુકેશભાઈ પટેલ, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, મેયર હેમાલીબેન બોઘાવાલા, ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, શાશક પક્ષના ડે.મેયર દિનેશભાઈ જોધાણી, સાશક પક્ષના નેતા અમિતસિંહ રાજપૂત, દંડક વિનોદભાઈ, શહેર પ્રમુખ નિરંજન ઝાંજ્મેરા, સ્ટે.કમિટીના ચેરમેન પરેશભાઈ પટેલ સહીત ધારાસભ્યો, નગરપાલિકાનાં હોદ્દેદારો તેમજ પ્રદેશના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: ગુજરાત ‘ હર ઘર તિરંગા‘ અભિયાન હેઠળ એક કરોડ રાષ્ટ્રધ્વજ ફરકાવશે

Your email address will not be published.