સીનીયર કોંગ્રેસ લીડરશીપે રાજ્યપાલને મળીને આવેદનપત્ર પાઠવ્યું; રાજ્યમાં શાંતિ જળવાઈ રહે તેવી રજુઆત કરી

| Updated: April 23, 2022 1:07 pm

ગાંધીનગર: આજે ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓ, વિપક્ષના નેતા અને ધારાસભ્યો રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મળીને આવેદનપત્ર પાઠવ્યું હતું.ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા સહિત ડેલીગેશન રાજ્યપાલને મળ્યા હતા.

સુખરામ રાઠવાએ જણાવ્યું કે, ગુજરાતમાં જે સ્થિતિ સર્જાઇ છે તે દુખદ છે. ગુજરાત શાંતિ પ્રિય રાજ્ય છે. અમુક તત્વો શાંતિ ડહોળવા નો પ્રયાસ કરી રહ્યા છે. ખંભાતમાં જે થયું, હિંમતનગરમાં જે થયું એમાં પોલીસ શું કરે છે, એમાં સરકાર જાણતી હોવાં છતાં સરકાર ચૂપ છે. રામ નવમી ના દિવસે અમુક જ વિસ્તારમાં ડી જે સાથે રેલી કાઢીને તે સવારમાં રેલી નીકળી અને સાંજે પણ રેલી નીકળી એ શું બતાવે છે? એ શું બતાવે છે? અમારા સાથી મેવાણી સામે આસામ માં ગુનો દાખલ કરી અને આસામ લઈ ગઈ જેમાં રાજ્યના ગૃહ પ્રધાન, અધ્યક્ષ ને જાણકારી આપવાની છે.
અમે કહી રહ્યા છીએ કે મેવાણી સામે જે થયું એ બંધારણ વિરૂદ્ધ નું છે. અમે સરકાર સામે માંગ કરીએ છીએ કે તાત્કાલિક વિધાનસભા સત્ર બોલાવવામાં આવે. અમે રાજયપાલને મળીને રજૂઆત કરી છે.

રઘુ શર્મા એ જણાવ્યું હતું કે, કૉંગ્રેસનું એક પ્રતિનિધમંડળ નેતાઓ સાથે, ધારાસભ્યો ને સાથે લઈને સંવિધાનિક પ્રમુખ તરીકે રાજયપાલને રજૂઆત કરી અને રાજ્યની સ્થિતિ વિશે જણાવ્યું. ખંભાત જેવી ઘટનાઓ રાજનીતિક પ્રેરિત છે. ચૂંટણી આવી રહી છે, ત્યારે સમસ્યાઓથી ધ્યાન હટાવવા આવી ઘટનાને અંજામ આપવામાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.

“અમે રાજ્યપાલશ્રીને એક વીડિયો તેમને આપ્યો છે જેમાં એક ડીવાયએસપી મહિલા પર પત્થર મારે છે. જ્યારે પણ ચૂંટણી આવશે ત્યારે આવા હાલત ભાજપ ઊભા કરે અને ચૂંટણી જીતવા માંગે છે. અમારા એક ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ એક અપીલ કરી કે તમે ગુજરાત માં ભાઈ ચારા અને શાંતિની અપીલ કરી એમાં આસામમાં જ્યાં ભાજપની સરકાર છે ત્યાં ફરિયાદ દાખલ કરી. પ્રજા મોંઘવારી થી ત્રસ્ત છે ત્યારે આવી દુઃખદ ઘટના થઈ રહી છે. સરકાર દહેશતનું વાતાવરણ ઊભું કરવા માંગે છે.”

પરેશ ધાનાણીના દિલ્લી જવા મુદ્દે કહ્યું હતું કે, “તેઓ દિલ્લી કોંગ્રેસના નેતાઓ સાથે મળવા જઈ શકે અને નરેશ પટેલ પક્ષ માં આવા માંગે તો તેમનું સ્વાગત છે.”

આવેદનપત્રમાં કોંગ્રેસે સૌહાર્દ – શાંતિ – સલામતી જાળવવાની જવાબદારી જેની છે તેઓ દ્વારા જ ઈતિહાસમાં સૌથી વિપરીત રીતે લોકોની લાગણીઓ ઉશ્કેરી, સાંપ્રદાયિક ધ્રુવીકરણની પરિસ્થિતિ ઉભી કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે તેવો આક્ષેપ કર્યો હતો. રાજ્યમાં સૌહાર્દ – શાંતિ – સલામતી જળવાઈ રહે તે માટે અને સરકારી તંત્ર ગેરબંધારણીય રીતે વર્તવાનું અને પ્રજા માનસમાં ખોટી રીતે ભય કે ડર પેદા કરવાનું બંધ કરે તેવી કાર્યવાહી કરવા બાબતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો દ્વારા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને આવેદન પાઠવ્યું હતું.

Your email address will not be published.