ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલની પ્રથમ પુણ્યતિથિ: મેડિકલ કેમ્પના આયોજન સાથે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

| Updated: November 25, 2021 4:36 pm

સોનિયા ગાંધીના સૌથી નજીકના રાજકીય સલાહકારોમાંના એક કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલનું 25 નવેમ્બર 2020ના રોજ ગુડગાંવની હોસ્પિટલમાં અવસાન થયું હતું. કોવિડ ચેપ પછી તબિયત બગડી જતા ગુજરાતના રાજ્યસભા સાંસદનું અવસાન થયું હતું.

ત્યારે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા, ભૂતપૂર્વ સાંસદ અહેમદ પટેલની ગુરૂવારે પ્રથમ પુણ્યતિથિ પ્રસંગે તેમના વતન અંકલેશ્વરના પીરામણ ગામ ખાતે સર્વધર્મ પ્રાર્થના સભા યોજાઈ હતી. આ પ્રાર્થના સભામાં કોંગ્રેસમાંથી ભરતસિંહ સોલંકી અને મૌલિન વૈષ્ણવ એ બે ટોચના નેતાઓએ સવારે હાજરી આપી હતી. 

જોકે, બપોરે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ પહોંચ્યા હતા. તેમની સાથે વિધાનસભાના ઉપનેતા શૈલેષ પરમાર, તુષાર ચૌધરી, જગદીશ ઠાકોર પણ પહોંચ્યા હતા. 

કોંગ્રેસના કાર્યકરો તથા સ્થાનિક લોકો દ્વારા અહેમદ પટેલની કબર પર ફૂલ ચઢાવીને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. સ્વ. અહેમદ પટેલની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ કોંગ્રેસના નેતાઓ શ્રદ્ધાંજલિ આપશે એવી જાહેરાત કરાઈ હતી પરંતુ તેમના વતનમાં કોઈ નેતા આવ્યા નહોતા. જોકે સ્વ. અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ આપવા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું છે. અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે આ કેમ્પનું આયોજન કરાયું છે.

ભરૂચ અંકલેશ્વર ખાતે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોત પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે અંકલેશ્વરમાં દિવ્યાંગ સહાયતા શિબિરમાં હાજરી આપી હતી. તેઓ સ્વ. અહેમદ પટેલની પ્રથમ પુણ્યતિથિના કાર્યક્રમમાં પણ હાજર રહ્યા હતા.

કૃષિ કાનૂન કાનૂન અંગે અશોક ગહેલોતે નિવેદન આપ્યું હતું. તેમાં તેમણે કહ્યું કે વાત એટલી બગડી ગઈ છે કે સરકારે ઘમંડ ન રાખવો જોઈએ. કૃષિ મંત્રીએ ખેડૂત આગેવાનો સાથે મુલાકાત કરવી જોઈએ તેમ તેમણે કહ્યું હતું.

(અહેવાલઃ ભરતસિંહ ચુડાસમા)

Your email address will not be published. Required fields are marked *