સાત અબજ ડોલરનું ભંડોળ ધરાવતા ચાર ફંડનું ગુજરાત કનેક્શન

| Updated: July 28, 2021 10:02 pm

ભારતના બીજા ક્રમના સૌથી ધનિક ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની કંપનીઓમાં રોકાણ ધરાવતા ચાર ફંડે ભૂતકાળમાં એવી કંપનીઓમાં પણ રોકાણ કરેલું છે જેઓ બેન્કોને નાણાં ચુકવવામાં ડિફોલ્ટ થઈ છે. વિરોધપક્ષોએ કથિત રાઉન્ડ ટ્રિપિંગમાં તપાસની માંગણી કરી છે.
આ ફંડ્સ વિનસમ ડાયમંડ્સ એન્ડ જ્વેલરી લિ, સ્ટર્લિંગ બાયોટેક લિ, રુચિ સોયા ઇન્ડસ્ટ્રીઝ લિ, અને કરુતુરી ગ્લોબલના પણ સૌથી મોટા વિદેશી શેરહોલ્ડર્સ પૈકી ગણાય છે. આ કંપનીઓમાં અગાઉ તેમનું રોકાણ હતું અને તેઓ હવે દેવાળું ફૂંકી ચુકી છે અથવા તપાસ હેઠળ છે.

મોરેશિયસ આ ચાર ફંડ છેઃ ક્રેસ્ટા, એલ્બ્યુલા, ઇલેરા અને એપીએમએસ. તેઓ અદાણી એન્ટરપ્રાઈઝિસ, અદાણી ટ્રાન્સમિશન, અદાણી ગ્રીન એનર્જી અને અદાણી ટોટલ ગેસમાં પણ હિસ્સો ધરાવે છે તેમ શેરહોલ્ડિંગ પેટર્ન દર્શાવે છે.
14 જુલાઈએ એક બિઝનેસ અખબારે જણાવ્યું હતું કે એનએસડીએલે ત્રણ વિદેશી પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (એફપીઆઈ)ના શેર સ્થગિત કરી દીધા છે જેઓ લગભગ રૂ.45,000 કરોડના અદાણી જૂથના શેર ધરાવે છે. આ એન્ટીટી મોરેશિયસમાં આવેલી છે જે એક ઓફશોર ઇન્વેસ્ટમેન્ટ હબ તરીકે કામ કરે છે.

આ ફંડની ઓળખ હજુ જાણીતી નથી. તેના કારણે અદાણી જૂથની કંપનીઓના રોકાણકારોની ક્વોલિટી અંગે શંકા પેદા થઈ છે. વિવિધ એજન્સીઓની તપાસ મુજબ વિનસમ ડાયમંડ્સ એન્ડ જ્વેલરી લિ. રૂ. 7000 કરોડની ચુકવણીમાં ડિફોલ્ટ થઈ છે. સાંડેસરા બ્રધર્સ દ્વારા પ્રમોટેડ સ્ટર્લિંગ બાયોટેક રૂ.15,000 કરોડની લોન ચુકવવામાં ડિફોલ્ટ થઈ છે. આ બંને ભાઈઓ ભારત છોડીને નાઇજિરિયા ભાગી ગયા છે.

રુચિ સોયાએ રૂ. 8377 કરોડની લોન નથી ચુકવી. જોકે, આ કંપનીને આઇબીસી હેઠળ બાબા રામદેવ દ્વારા ટેક ઓવર કરવામાં આવી હતી. એક સમયે ભારતની સૌથી મોટી કટ રોઝ નિકાસકાર કરુતિરિ ગ્લોબલની પણ આવી જ હાલત છે.

બ્લૂમબર્ગ મુજબ 31 ડિસેમ્બર 2011ની સ્થિતિ પ્રમાણે ઇલેરા, ક્રેસ્ટા અને એલ્બ્યુલા સંયુક્ત રીતે વિનસમમાં 8.62 ટકા હિસ્સો ધરાવતા હતા. 30 જૂન 2015 સુધીના છ વર્ષમાં આ ચારેય ફંડ આ કંપનીઓમાં ઓછામાં ઓછો એક ટકા હિસ્સો ધરાવતા હતા.

સ્ટર્લિંગ બાયોટેકમાં એલ્બ્યુલાનો 5.25 ટકા હિસ્સો હતો. ઇલેરા પાસે ચાલુ વર્ષની 31 માર્ચ મુજબ 1.64 ટકા હિસ્સો હતો. તેમણે 2010માં પોઝિશન બિલ્ડ કરવાનું શરૂ કર્યું અને માર્ચ 2016 સુધીમાં સંયુક્ત રીતે કંપનીમાં 8.5 ટકા હિસ્સો ધરાવતી હતી.

ક્રેસ્ટા અને એલ્બ્યુલા બંને રુચિ સોયામાં સપ્ટેમ્બર 2009માં એકસમાન 6.86 ટકા હિસ્સો ધરાવતા હતા. ડિસેમ્બર 2015 સુધીમાં તેમાં ઇલેરા પણ જોડાયું અને તે ચાર ટકાથી વધુ હિસ્સો ધરાવતું હતું. રુચિ સોયાએ બે વર્ષ પછી દેવાળું ફૂંક્યું હતું અને તેને વિલફુલ ડિફોલ્ટર જાહેર કરાઈ હતી.

Your email address will not be published. Required fields are marked *