ગુજરાતમાં કોરોનાનો આંકડો એક દિવસમાં ડબલ થયો, અમદાવાદ ઓલટાઈમ હાઈ

| Updated: June 22, 2022 7:56 pm

ગુજરાતમાં કોરોના વાયરસના કેસનો આંકડો એક જ દિવસમાં ડબલ થતા તંત્રની ઉંઘ હરામ થઈ છે. છેલ્લા 24 કલાકમાં 407 નવા કેસ સામે આવ્યા છે અને 190 લોકો સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને 98.97 ટકાએ પહોંચી ચુક્યો છે.

રાજયમાં કુલ 1741 એક્ટિવ કેસ છે જેમાંથી 04 નાગરિકો વેન્ટિલેટર પર છે અને 1737 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ 12,15,806 નાગરિકો હરાવી ચુક્યાં છે. તો બીજી તરફ 10,946 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જો કે આંશિક રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત નથી નિપજ્યું.

છેલ્લા 24 કલાકમાં નવા નોંધાયેલા કેસની જિલ્લાવાર સ્થિતિ જોઈએ તો, અમદાવાદ કોર્પોરેશનમાં 207, વડોદરા કોર્પોરેશન 39, સુરત કોર્પોરેશન 45, રાજકોટ કોર્પોરેશનમાં 17, સુરતમાં 12, ભાવનગર કોર્પોરેશનમાં 11, ગાંધીનગર કોર્પોરેશન 10, વલસાડ 8, ભરૂચ 7, જામનગર કોર્પોરેશનમાં 7, આણંદ-ગાંધીનગર 6-6, સાબરકાંઠા 5, બનાસકાંઠા, કચ્છ અને મહેસાણામાં 4-4, અમદાવાદ અને રાજકોટમાં 3-3, જામનગર, નવસારી, વડોદરામાં 2-2, અમરેલી, પાટણ અને સુરેન્દ્રનગરમાં 1-1 કેસ નોંધાયા છે.

Your email address will not be published.