ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 11 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

| Updated: June 13, 2022 9:29 pm

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી કોરોના વાયરસના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે 24 કલાકમાં નવા 111 પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા છે અને 57 લોકો સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા છે. ગુજરાતમાં કુલ એક્ટિવ કેસ 832 છે.

ગુજરાતમાં કોરોના વાયરસની જિલ્લા પ્રમાણે સ્થિતિ જોઈએ તો, અમદાવાદમાં 58, વડોદરામાં 21, સુરતમાં 6 કેસ, ગાંધીનગરમાં 11 કેસ, રાજકોટમાં 7 કેસ, ભાવનગરમાં 2 કેસ, આણંદ,કચ્છ,નવસારી તાપી અને મોરબીમાં એક એક કેસ સામે આવ્યો છે.

રાજ્યોના આરોગ્યમંત્રીઓ સાથે મનસુખ માંડવિયાએ ચર્ચા કરી હતી. ચર્ચામાં માંડવિયાએ રાજ્યોને ત્રણ મોટા નિર્દેશ આપ્યાં છે જેથી કરીને નવી લહેરમાં બાળકો અને વૃદ્ધો સુરક્ષિત રહી શકે. માંડવિયાએ રાજ્યોને કહ્યું કે સ્કૂલે જતા બાળકોનું વેક્સિનેશન વધારવું જોઈએ સાથે સાથે વૃદ્ધો માટે પણ પ્રીકોશન ડોઝ વધારવા પર ધ્યાન આપવું જોઈએ અને રાજયોએ જિનોમ સિકવન્સિંગ વધારે મજબૂત કરવું પડશે.

Your email address will not be published.