ગુજરાતમાં કોરોના વાયરસે ફરી એકવાર ચિંતા વધારી, છેલ્લા 24 કલાકમાં 72 કેસ નોંધાયા

| Updated: June 7, 2022 8:30 pm

ગુજરાતમાં કોરોના વાયરસના કેસો ફરી એકવાર વધી રહ્યા છે. કોરોનાના કેસ વધતા તંત્રની ચિંતામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં નવા 72 દર્દીઓ કોરોનાની ચપેટમાં આવ્યા છે.

રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના સૌથી વધારે કેસ અમદાવાદમાં નોંધાયા છે. જ્યારે સુરતમાં 7 કેસ, વડોદરામાં 7 કેસ, રાજકોટમાં 4 કેસ, અરવલ્લી અને વલસાડ જિલ્લામાં 2-2 કેસ, આણંદમાં એક કેસ, બનાસકાંઠામાં એક કેસ, મહેસાણામાં એક કેસ, ગાંધીનગર, સાબરકાંઠા અને ગીર સોમનાથ જિલ્લામાં એક-એક કેસ નોંધાયો છે.

અમદાવાદમાં ફરી એકવાર કોરોનાએ રફતાર પકડતા ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. શહેરમાં છેલ્લા 20 દિવસથી કોરોના કેસોમાં નોંધપાત્ર કેસો સામે આવતા હવે આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવ્યું છે. સરકારી આંકડા મુજબ હાલમાં અમદાવાદ શહેરમાં 2017 કોરોના કેસ એક્ટિવ છે.

કોરોનાના 3 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આ તરફ હવે ફરી એકવાર કોરોનાને ફેલાતો રોકવા માટે તંત્ર મક્કમ બન્યું હોય તેમ ટેસ્ટિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેમાં રેલવે સ્ટેશન, એરપોર્ટ અને એસટી બસ સ્ટેન્ડ પાસે જરૂર મુજબ ટેસ્ટિંગ ડોમ ઊભા કરવામાં આવશે.

Your email address will not be published.