ગુજરાતમાં કોરોના ફરી ભયજનક સપાટીએ, છેલ્લા 24 કલાકમાં અધધ 3350 કેસ નોંધાયા

| Updated: January 5, 2022 7:58 pm

ગુજરાતમાં કોરોના વાયરસના કેસ ફરી એકવાર ભયજનક સ્થિતિએ જઈ રહ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 3350 દર્દીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે અને 236 લોકો સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા છે. આજે કોરોનાના કારણે એક વ્યક્તિનું મોત થયું છે. કોરોનાની સાથે ઓમિક્રોનના પણ 50 કેસ નોંધાયા છે. જો કે, અમદાવાદમાં 1637 કેસ નોંધાતા લોકોમાં ફરી ફફડાટ વ્યાપી ગયો છે.

રાજયમાં કોરોના વાયરસની જિલ્લાવાર સ્થિતિ જોઈએ તો, અમદાવાદ શહેરમાં 1637, સુરત શહેરમાં 630, વડોદરા શહેરમાં 150, રાજકોટ શહેરમાં 141, આણંદમાં 114, ખેડામાં 84, સુરત ગ્રામ્ય 60, ગાંધીનગર ગ્રામ્ય 59, કચ્છ 48, નવસારી 47, ભરૂચ 39, ભાવનગર શહેર 38, વલસાડ 34, વડોદરા ગ્રામ્ય 31, ગાંધીનગર 26, અમદાવાદ ગ્રામ્ય 23, મોરબી 25, જામનગર શબેર 19, રાજકોટ ગ્રામ્ય 18, દ્વારકા 17, મહેસાણા 13, દાહોદ 12. સાબરકાંઠા 10, જુનાગઢ શહેર 8, અમરેલી 7, મહીસાગર 7, અરવલ્લી 6, સુરેન્દ્ર નગર 6, ગીર સોમનાથ 6, બનાસકાંઠામાં 2, તાપી બે, બોટાદ અને જામનગર ગ્રામ્યમાં એક-એક કેસ સામે આવ્યા છે.

રાજયમાં જો એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 10994 છે જેમાથી 32 દર્દીઓ પર છે. ગુજરાતમાં કુલ 9 કરોડ 13 લાખ 8 હજાર 830 વેક્સીનના ડોઝ આપી દેવામાં આવ્યા છે. જેમાં પ્રથમ અને બીજો ડોઝ સામેલ છે. ગુજરાતના રિકવરી રેટ 97.49 ટકા થઈ ગયો છે.

Your email address will not be published.