ગુજરાતમાં છેલ્લા આઠ દિવસથી કોરોના વાયરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે 24 કલાકમાં 154 દર્દીઓ પોઝિટિવ આવ્યા છે અને 58 લોકો સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 12,14,463 લોકો કોરોના સામે જંગ જીત્યા છે.
કોરોના વાયરસના એક્ટિવ કેસની વાત કરીએ તો,રાજયમાં કુલ 704 એક્ટિવ કેસ છે અને તમામ નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ 12,14,463 નાગરિકો કોરોનાને હરાવી ચુક્યાં છે. તો બીજી તરફ 10,945 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જો કે આંશિક રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત નથી નિપજ્યું.
છેલ્લા 24 કલાકમાં નવા નોંધાયેલા કેસની જિલ્લાવાર સ્થિતિ પર એક નજર કરીએ તો, અમદાવાદ કોર્પોરેશનમાં 80, વડોદરા કોર્પોરેશન 22, સુરત કોર્પોરેશન 12, વડોદરા 11, ગાંધીનગર કોર્પોરેશન 5, રાજકોટ કોર્પોરેશન 4, મહેસાણા, સુરત, વલસાડમાં 3-3, અમદાવાદ 2, આણંદ, ભરૂચ, ભાવનગર અને કચ્છમાં 2-2 કેસ તથા ખેડામાં 1 કેસ નોંધાયો હતો.