ગુજરાતમાં કોરોના વાયરસના કેસો ફરી એકવાર વધતા જોવા મળી રહ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 217 નવા દર્દીઓ સામે આવ્યા છે અને 130 લોકો સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 12,15,453 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને 98.99 ટકાએ પહોંચી ચુક્યો છે.
ગુજરાતમાં કુલ 1461 એક્ટિવ કેસ છે જેમાંથી 05 લોકો વેન્ટિલેટર પર છે અને 1456 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ 12,15,453 નાગરિકો હરાવી ચુક્યાં છે. તો બીજી તરફ 10,946 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જો કે આંશિક રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત નથી નિપજ્યું.
કોરોના વાયરસની જિલ્લાવાર સ્થિતિ જોઈએ તો, અમદાવાદ કોર્પોરેશનમાં 97, વડોદરા કોર્પોરેશન 30, સુરત કોર્પોરેશન 35, સુરત 10, ગાંધીનગર કોર્પોરેશન 7, ભાવનગર કોર્પોરેશન 6, મહેસાણા 4, જામનગર કોર્પોરેશન અને નવસારીમાં 3-3, અમદાવાદ, ભરૂચ, ગાંધીનગર, રાજકોટ, રાજકોટ કોર્પોરેશન, વલસાડમાં 2-2 કેસ નોંધાયા છે. અમરેલી, આણંદ,ભાવનગર, ગીરસોમનાથ, ખેડા, મોરબી, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, તાપી અને વડોદરામાં 1-1 કેસ નોંધાયા હતા.