ગુજરાતમાં કોરોના વાયરસના નવા 632 પોઝિટિવ કેસ નોંધાયા

| Updated: July 1, 2022 9:26 pm

ગુજરાત આજે કોરોના વાયરસના કુલ 632 કેસ નોંધાયા છે અને 384 દર્દીઓ સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 12,18,426 દર્દીઓએ કેરેનાને મ્હાત આપી છે. જો કે સતત વધી રહેલા કોરોનાના કેસના પગલે રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર ઘટીને 98.85 ટકાએ પહોંચી ચુક્યો છે.

રાજયમાં કુલ 3289 એક્ટિવ કેસ છે જેમાંથી 06 નાગરિકો વેન્ટિલેટર પર છે અને 3283 નાગરિકો સ્ટેબલ છે. આ ઉપરાંત 12,18,426 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. આ ઉપરાંત કોરોનાને કારણે કુલ 10,947 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. આજે કોરોનાને કારણે વલસાડમાં એક નાગરિકનું મોત થયું હતું.

કોરોના વાયરસની જિલ્લાવાર સ્થિતિ પર એક નજર નાખીએ તો, અમદાવાદ કોર્પોરેશનમાં 258, સુરત કોર્પોરેશનમાં 85, વડોદરા કોર્પોરેશનમાં 42, વલસાડમાં 33, મહેસાણા 30, ગાંધીનગર કોર્પોરેશનમાં 32,નવસારીમાં 18, સુરતમાં 18, કચ્છમાં 14, રાજકોટ કોર્પોરેશનમાં 14, ગાંધીનગર-પાટણમાં 11, ભઆવનગર કોર્પોરેશનમાં 8, દેવભુમિ દ્વારકા-રાજકોટમાં 7, સાબરકાંઠામાં 6, ભરૂચમાં 5, અમદાવાદ, આણંદ, જામનગર કોર્પોરેશન, મોરબી અને વડોદરામાં 4-4, અમરેલી, ભાવનગર, ખેડા અને સુરેન્દ્રનગરમાં 2-2 કેસ નોંધાયા હતા. બનાસકાંઠા, દાહોદ, ગીરસોમનાથ, પંચમહાલ અને તાપીમાં 1-1 કેસ નોંધાયો હતો. આ પ્રકારે કુલ 632 કેસ નોંધાયા હતા.

Your email address will not be published.