ગુજરાતમાં કોરોના વાયરસના છેલ્લા 24 કલાકમાં 4213 પોઝિટિવ કેસ નોંધાયા

| Updated: January 6, 2022 8:09 pm

ગુજરાતમાં કોરોના વાયરસના કેસો રોકેટ ગતિએ વધતા જઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 4213 પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા છે અને 860 લોકો સાજા થઈ ઘરે પરત ફર્યા છે. જયારે તાપીમાં એક દર્દીનું મોત થયું છે. રાજયમાં આજે ઓમિક્રોનનો એક પણ કેસ સામે આવ્યો નથી. જયારે અમદાવાદ શહેરમાં સૌથી વધુ 1835 કેસ સામે આવ્યા છે.

કોરોના વાયરસની જિલ્લાવાર સ્થિતિ જોઈએ તો, અમદાવાદ કોર્પોરેશનમાં 1835, સુરત કોર્પોરેશનમાં 1105, વડોદરા કોર્પોરેશનમાં 103, રાજકોટ કોર્પોરેશનમાં 183, આણંદમાં 112, ખેડામાં 66, સુરતમાં 88, કચ્છમાં 77, ગાંધીનગર કોર્પોરેશનમાં 59, વલસાડમાં 58, નવસારીમાં 46, ભરૂચમાં 43, રાજકોટમાં 41, ભાવનગર કોર્પોરેશનમાં 38, ગાંધીનગરમાં 32, જામનગર કોર્પોરેશનમાં 32, જુનાગઢ કોર્પોરેશનમાં 30, અમદાવાદમાં 27, સાબરકાંઠામાં 23, મહેસાણામાં 22, દેવભૂમિ દ્રારકામાં 18, મોરબીમાં 18, પંચમહાલમાં 18, સુરેન્દ્રનગરમાં 17, અમરેલીમાં 16, દાહોદમાં 15, ગીર સોમનાથમાં 15, તાપીમાં 14, વડોદરામાં 13, બનાસકાંઠામાં 12, અરવલ્લીમાં 11, મહીસાગરમાં 7, નર્મદામાં 6, પોરબંદરમાં 5, છોટા ઉદેપુરમાં 3, જામનગરમાં 3, ભાવનગરમાં 2, અને જુનાગઢમાં 2 કેસ સામે આવ્યા છે.

ગુજરાતમાં હાલ કુલ 14346 એક્ટિવ કેસ છે. જેમાંથી 29 દર્દી વેન્ટિલેટર પર છે. કોરોના વાયરસ સામે અત્યાર સુધીમાં 10127 દર્દીઓ જંગ હારી ગયા છે અને 820383 લોકો સાજા થયા છે.

Your email address will not be published.