ગુજરાતમાં કોરોના વાયરસના નવા 456 પોઝિટિવ કેસ સામે આવ્યા, તંત્રની ચિંતા વધી

| Updated: July 3, 2022 8:38 pm

ગુજરાતમાં કોરોના વાયરસના ફરી એકવાર કેસો વધતા તંત્રની ઉંઘ હરામ થઈ છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં નવા 456 પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા છે અને 386 લોકો સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા છે. નવા કેસ બાદ ગુજરાતમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 12 લાખ 33 હજાર 698 થઈ ગયા છે.

ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 3548 છે, જેમાં ત્રણ દર્દી વેન્ટીલેટર પર છે. રાજ્યમાં કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 12 લાખ 19 હજાર 203 લોકો સાજા થયા છે. તો કોરોનાને લીધે અત્યાર સુધી 10947 લોકોના મોત થયા છે. રાજ્યનો રિકવરી રેટ 98.83 ટકા છે.

કોરોના વાયરસની જિલ્લાવાર સ્થિતિ પર એક નજર કરીએ તો, અમદાવાદમાં 203, સુરત શહેરમાં 86, વડોદરા શહેરમાં 38, ભાવનગર શહેરમાં 13, કચ્છમાં 13, મહેસાણામાં 13, નવસારીમાં 13, વલસાડમાં 12, સુરત ગ્રામ્ય 11, ગાંધીનગર શહેર 10, પાટણ 5, અમદાવાદ ગ્રામ્ય 4, ભરૂચ, આણંદ અને ગાંધીનગર ગ્રામ્યમાં ચાર-ચાર, દ્વારકામાં 3, પોરબંદરમાં ત્રણ કેસ નોંધાયા છે.

Your email address will not be published.