ગુજરાતમાં કોરોના વાયરસના નવા 572 કેસ સામે આવ્યા

| Updated: July 5, 2022 8:09 pm

ગુજરાતમાં કોરોના વાયરસના છેલ્લા 24 કલાકમાં નવા 572 પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા છે અને 489 લોકો સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા છે. પરતું રાહતની વાત એ છે કે કોરોના સામે કોઈ પણ વ્યક્તિનું મોત થયું નથી.

કોરોમાં કુલ 3595 એક્ટિવ કેસ છે જેમાંથી એક દર્દી વેન્ટિલેટર પર છે અને બાકીની તબીયત સ્થિર છે.રાજ્યમાં અત્યાર સુધી 12 લાખ 20 હજાર 146 લોકો સાજા થયા છે. કોરોનાને લીધે 10948 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યનો રિકવરી રેટ 98.82 ટકા છે.

કોરોના વાયરસના નવા નોંધાયેલા કેસની જિલ્લાવાર સ્થિતિ પર એક નજર કરીએ તો, અમદાવાદ શહેરમાં 249 કેસ સામે આવ્યા છે. તો સુરતમાં 82, વડોદરા શહેરમાં 41, ભાવનગર શહેરમાં 22, રાજકોટ શહેરમાં 21, વલસાડમાં 18, નવસારીમાં 16, જામનગર શહેરમાં 13, કચ્છમાં 12, સુરત ગ્રામ્યમાં 12, ગાંધીનગર જિલ્લામાં 16, મોરબીમાં 9, અમદાવાદ ગ્રામ્ય 8, ભરૂચ 8, પાટણ 8, મહેસાણા 7, રાજકોટ ગ્રામ્ય 5, આણંદ 4, ખેડા 4, અમરેલી 3, પોરબંદર 3, બનાસકાંઠામાં 2, સોમનાથ, તાપી 2-2, જુનાગઢ, જામનગર, પંચમહાલ, સાબરકાંઠા અને વડોદરા ગ્રામ્યમાં 1-1 કેસ સામે આવ્યો છે.

Your email address will not be published.