ગુજરાતમાં કોરોના વાયરસના કેસ ફરી વધ્યા, અમદાવાદમાં બે દર્દીના મોત

| Updated: July 30, 2022 8:10 pm

ગુજરાતમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં નવા 1012 પોઝિટિવ કેસ સામે આવતા તંત્ર હરકતમાં આવી ગયું છે. તો બીજી બાજુ 954 લોકો સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા છે અને બે લોકોના મોત પણ થયા છે.

કોરોના વાયરસના કુલ 6274 એક્ટિવ કેસ છે જેમાંથી 12 દર્દીઓ વેન્ટિલેટર પર છે અને 6262 લોકોની હાલત સ્થિર છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,36,985 દર્દીઓ મ્હાત આપી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 10,970 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

કોરોના વાયરસની જિલ્લાવાર સ્થિતિ પર એક નજર કરીએ તો, અમદાવાદ કોર્પોરેશનમાં 312 અને બેના મોત થયા છે, મહેસાણામાં 99, વડોદરા કોર્પોરેશન 79, કચ્છ 52, સુરત કોર્પોરેશન 48, વડોદરા 44, ગાંધીનગર 31, સાબરકાંઠા 30, ગાંધીનગર કોર્પોરેશન 28, અમરેલી 27, સુરત 27, રાજકોટ કોર્પોરેશન 23, ભાવનગર કોર્પોરેશન 22, બનાસકાંઠા 19, પાટણ 18, રાજકોટ 18, પોરબંદર 17, મોરબી 14, નવસારી 14, ભરૂચ 13, આણંદ 10, વલસાડ 10 એમ કુલ 1012 કેસ નોંધાયા છે.

Your email address will not be published.