ગુજરાતમાં એક મિનિટમાં પાંચ લોકો કોરોનાની ચપેટમાં, હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં વધારો

| Updated: January 10, 2022 1:44 pm

કોરોના વાયરસે (Gujarat Corona Update) ગુજરાતને બાનમાં લીધું છે. દરરોજના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજયમાં સરકાર દ્વારા વેક્સિનેશન પર ભાર પણ આપવામાં આવી રહ્યો છે. કોરોના વાયરસનો એક મિનિટમાં પાંચ પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે જે આગામી સમયમાં ચિંતા વધારી શકે તેવું દેખાઈ રહ્યું છે.

રાજયમાં કોરોના વાયરસના ગત રોજ 6275 પોઝિટિવ કેસ (Gujarat Corona Update) સામે આવ્યા હતા જેમાંથી ફક્ત 1263 લોકો સાજા થયા હતા. રાજયનો રિકવરી રેટ પણ ઘટ્યો હતો. છેલ્લા 8 મહિના બાદ કોરોના 6 હજારને પાર કરી ચૂક્યો છે. દર એક મિનિટે પાંચ લોકો કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે.

હાલ લોકોને સાવચેત રહેવાની જરુર છે. કોરોનાનું ફરી એકવાર અમદાવાદ એપી સેન્ટર બન્યું છે. અમદાવાદમાં છેલ્લા ત્રણ દિવસમાં જ 7 હજારથી વધારે કેસ સામે આવ્યા છે. કોરોનાની (Gujarat Corona Update) સારવાર માટે શહેરમાં મોટા ભાગની હોસ્પિટલો પણ તૈયાર કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો: અમદાવાદીઓએ દ્વારા કોરોનાને ખુલ્લેઆમ આમંત્રણ, શહેરના પતંગ બજારમાં લોકો નિયમો ભૂલ્યા

અમદાવાદમાં કોરોના વાયરસના (Gujarat Corona Update) કેસ વધતા તંત્ર એલર્ટ થઈ ગયું છે. શહેરની કોરોના હોસ્પિટલમાં 200થી વધારે દર્દીઓ હાલ સારવાર લઈ રહ્યા છે. બીજી લહેરની જેમ ઓક્સિજનની અછત ન થાય તે માટે તંત્ર દ્વારા પહેલાથી જ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. હોસ્પિટલમાં બેડની સંખ્યામાં પણ વધારો કરી દીધો છે.

અમદાવાદમાં કોરોના વાયરસના કેસ વધતા એએમસી દ્વારા માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ગતરોજ શહેરમાં નવા 15 નવા માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવ્યા હતા. તેની સાથે જ શહેરમાં કુલ 172 માઈક્રો કન્ટેઈનમેન્ટ થયા છે.

Your email address will not be published. Required fields are marked *