ગુજરાત કોરોનાની ‘કેદ’માં: છેલ્લા 24 કલાકમાં અધધ 9 હજારથી વધુ કેસ નોંધાયા

| Updated: January 12, 2022 8:00 pm

ગુજરાતમાં કોરોના વાયરસની રફતાર રોકેટ ગતિએ વધતી જઈ રહી છે. વધી રહેલા કેસને લઈ તંત્ર ઉંધા માથે થયું છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 9941 પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને 3449 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જયારે અમદાવાદ ફરી એકવાર કોરોનાનું હોટસ્પોટ બની ગયું છે. અમદાવાદમાં 3843 કેસ નોંધાયા છે. જો કે, કોરોના વાયરસના કારણે ચાર લોકોના મૃત્યુ થયા છે.

ગુજરાતમાં કોરોના વાયરસની જિલ્લાવાર સ્થિતિ જોઈએ તો, અમદાવાદમાં 3843 કેસ, સુરત શહેરમાં 2505 કેસ, વડોદરા કોર્પોરેશન 776, રાજકોટ કોર્પોરેશન 319, સુરત 265, વલસાડ 218, ભરૂચ 217, ગાંધીનગર કોર્પોરેશન 150, નવસારી 147, ભાવનગર કોર્પોરેશન 130, કચ્છ 105, મોરબી 102 કેસ નોંધાયા છે.

ગુજરાતમાં હાલ 43726 એક્ટિવ કેસ છે જેમાથી 51 દર્દી વેન્ટિલેટર પર છે. તો બીજી બાજુ કોરોનાએ અત્યાર સુધીમાં 10137 લોકોના જીવ લીધા છે. 831855 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યનો રિકવરી રેટ 93.92 ટકા છે. ગુજરાતમાં આજના દિવસમાં કુલ 3 લાખ 2 હજાર 33 રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

Post a Comments

1 Comment

Your email address will not be published.