ગુજરાતમાં કોરોના ઓલટાઈમ હાઈ, 24 કલાકમાં 10થી વધારે કેસ, બે લોકોના મોત

| Updated: January 14, 2022 8:13 pm

રાજયમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના વાયરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે નવા 10,019 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા અને 4831 લોકો સાજા થયા. જો કે, બે લોકોના કોરોના વાયરસના કારણે મોત થયા હતા. જયારે અમદાવાદમાં ફરી એકવાર હોટસ્પોટ બની ગયું છે. શહેરમાં આજે 3090 કેસ સામે આવ્યા.

રાજયમાં કોરોના વાયરસની જિલ્લાવાર સ્થિતિ પર એક નજર નાખીએ તો, અમદાવાદ કોર્પોરેશને 3090, સુરત કોર્પોરેશન 2986, વડોદરા કોર્પોરેશન 1274, રાજકોટ કોર્પોરેશન 296, સુરત 273, ભાવનગર કોર્પોરેશન 225, વલસાડ 183, ગાંધીનગર કોર્પોરેશન 142, નવસારી 140, ભરૂચ 118, મહેસાણા 104, કચ્છ 101, વડોદરા 99, જામનગર કોર્પોરેશન 79, રાજકોટ 77, અમદાવાદ 74, સાબરાંકાંઠા 70, ખેડા 69, આણંદ 65, પાટણ 65, ગીર સોમનાથ 56, જુનાગઢ કોર્પોરેશન 49, અમરેલી 44, ગાંધીનગર 38, મોરબી 38, બનાસકાંઠા 37, પંચમહાલ 31, ભાવનગર 30, દાહોદ 27, સુરેન્દ્રનગર 27, દેવભુમી દ્વારકા, 24, પોરબંદર 23, તાપી 18, જામનગર 14, મહીસાગર 13, નર્મદા 7, ડાંગ 6, જુનાગઢ 3, અરવલ્લી 2, છોટાઉદેપુર 2, બોટાદ 2 કેસ નોંધાયા છે.

ગુજરાતમાં કુલ 55798 એક્ટિવ કેસ છે જેમાંથી 54 દર્દીઓ વેન્ટિલેટ પર છે અને 55744 દર્દીઓની હાલત સ્થિર છે. અત્યાર સુધીમાં 8,40,971 લોકોએ કોરોનાને મ્હાત આપી છે અને 10144 દર્દીઓ કોરોના સામે જંગ હારી ગયા છે.

(તસવીર: હનિફ સિંધી)

Your email address will not be published.