ગુજરાતમાં કોરોના વાયરસના નવા 226 કેસ સામે આવ્યા છે અને 163 લોકો સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 12,15,616 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને 98.98 ટકાએ પહોંચી ચુક્યો છે.
ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 1524 એક્ટિવ કેસ છે જેમાંથી 02 લોકો વેન્ટિલેટર પર છે અને 1522 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ 12,15,616 નાગરિકો હરાવી ચુક્યાં છે. તો બીજી તરફ 10,946 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જો કે આંશિક રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત નથી નિપજ્યું.
છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસની જિલ્લાવાર સ્થિતિ જોઈએ તો, અમદાવાદ કોર્પોરેશનમાં 106, વડોદરા કોર્પોરેશન 22, સુરત કોર્પોરેશન 37, ગાંધીનગર કોર્પોરેશન 7, વડોદરા 6, કચ્છ, મહેસાણા, રાજકોટ કોર્પોરેશન અને વલસાડમાં 5-5 કેસ નોંધાયા છે. ભાવનગર કોર્પોરેશન, જામનગર કોર્પોરેશન અને નવસારીમાં 4-4 કેસ નોંધાયા છે. ગાંધીનગર, પાટણમાં 3-3, અમદાવાદ, ભરૂચ, રાજકોટમાં 2-2 અને અમરેલી, આણંદ, ખેડા અને તાપીમાં 1-1 કેસ નોંધાયા છે.