આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કર્યો દાવો, ડૉક્ટરોએ હડતાળ સમેટી

| Updated: April 8, 2022 10:03 pm

ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસથી ડોક્ટરો વિવિધ માંગણીઓને લઈ હડતાળ પર ઉતર્યા હતા. ત્યારે રાજયના આરોગ્ય મંત્રી ઋુષિકેશ પટેલ દ્વારા આ હડતાળ પૂર્ણ થઈ ગઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પત્રકાર સાથે વાતચીતમાં તેઓએ આ માહિતી આપી હતી. સરકારે ડોક્ટોરના તમામ પશ્રોના ઉકેલ 30 એપ્રિલ સુધી ઉકેલ લાવવા માટે ખાતરી આપી છે.

તબીબોની હડતાળ સમેટાઇ તે મુદ્દે સરકારી અધિકારીઓ દ્વારા ટુંક જ સમયમાં અધિકારીક જાહેરાત કરવામાં આવશે. આજ સાંજથી જ તબીબો પોતાના કામ પરત પરત ફરશે. સરકારી તબીબોની હડતાળ મામલે ટુંક જ સમયમાં આરોગ્ય મંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવશે. સરકાર દ્વારા આ અંગે ઉચ્ચ અધિકારીઓની મોટી ફોજ ઉતારી દેવામાં આવી હતી. જેના પગલે આજ સવારથી જ ચાલી રહેલી મેરેથોન બેઠકના અંતે આખરે તબીબો અને અધિકારીઓ વચ્ચે સુમેળ સધાયો હતો. હડતાળ સમેટવા અંગેની જાહેરાત કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, ડોક્ટરોની હડતાળને લઈ દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ગોધરાની સિવિલ હોસ્પિટલમાં બે મૃતદેહો રઝળી પડ્યા હતા. પોસ્ટ મોર્ટમ રૂમમાં છેલ્લા 12 કલાકથી 2 મૃતદેહો ડોકટરના અભાવે પોસ્ટ મોર્ટમ વગર રઝળી પડ્યા હતા. આત્મહત્યાના બનાવમાં મૃત્યુ પામેલા યુવક અને યુવતીના મૃતદેહો સોમવાર સાંજના 6 વાગ્યાથી ગોધરા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.

Your email address will not be published.