વો 22 સેકન્ડ, કોઈએ પરિવાર ગુમાવ્યો, તો ઘણાની આંખોની સામે બિલ્ડિંગો પત્તાના મહેલની જેમ વિખેરાઈ

| Updated: January 26, 2022 1:56 pm

ગુજરાતમાં તારીખે 26.01.2001ના રોજ સવારે 8.45 કલાકે લોકો ઘરમાં નાસ્તો કરી રહ્યા હતા અને ઘણા બાળકો શાળાઓમાં ધ્વજવંદન કરી રહ્યા હતા. ત્યારે વિનાશક ભૂકંપ (Gujarat Earthquake 2001) આવ્યો હતો. આ ભૂકંપમાં ઘણા લોકોના મોત પણ થયા હતા. ભૂકંપના 20 વર્ષ વિતી ગયા છે. પરંતુ એ ભૂંકપની હોનારતને આજે પણ કચ્છવાસીઓ ભૂલી નથી શક્યા.આજે પણ એ ભૂકંપના દ્રશ્યો યાદ કરતાની સાથે લોકોની આંખમાથી આંસુ વહેવા લાગે છે.

ગુજરાત રાજ્યમાં તા.26.01.2001 ના રોજ વિનાશક ભૂકંપ આવ્યો હતો. તેને 21 વર્ષ પૂર્ણ થયા છે. 21 વર્ષ વીતી ગયા બાદ પણ આજે લોકો તે સમયને યાદ કરે છે તો તેમના આંખમાં આંસુઓ આવી જાય છે. ગુજરાતને હચમચાવી મુકનારા આ ભૂકંપમાં અનેક કાચા- પાકા મકાનો જમીનદોસ્ત થયા હતા. જેમાં અસંખ્ય ફલેટો ધરાશાયી થયા હતા. આથી ગ્રાહકોએ ગ્રાહક સુરક્ષા ધારા અન્વયે ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં અને સંબંધિત જે તે શહેર જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ફરીયાદો દાખલ કરીને નુકશાની સામે વળતર અને ન્યાય મેળવવા દાદ માંગી હતી. અનેક કેસમાં ફરીયાદો મંજુર કરી ગ્રાહકોને ન્યાય મળ્યો છે.

આ પણ વાંચો: CDS બિપિન રાવત, કલ્યાણ સિંહ સહિત 4 હસ્તિઓને પદ્મ વિભૂષણ, ગુલામ નબી આઝાદને પદ્મ ભૂષણ

અમદાવાદમાં અક્ષરદિપ એપાર્ટમેન્ટના બી બ્લોક ભૂકંપમાં સંપુર્ણ ધરાશાયી થઈ હતી

અમદાવાદ શહેરના એલિસબ્રિજ લો ગાર્ડન, સંચાર કોલોની પાછળ આવેલા અક્ષરદિપ એપાર્ટમેન્ટના બી બ્લોક ભૂકંપમાં સંપુર્ણ ધરાશાયી થયેલ. 11 રહીશોના દુઃખદ મૃત્યુ થયેલા અને ફલેટો તુટી પડતા રહીશો ઘરબાર વગરના થયેલા અનેક લોકો રોડ ઉપર આવી ગયા હતા.

લોકો ધ્વજવંદન કરતા હતા અને કચ્છની ધરા ધ્રુજી

26 જાન્યુઆરી 2001 ભારતનું 52મો ગળતંત્ર દિવસ હતો.કચ્છમાં એ દિવસની શરૂઆત પણ કઈ આવી જ હતી.મંદિરોમાં અને શાળાઓમાં ધ્વજવંદનથી લોકોમાં ભારે ખુશીનો માહોલ પણ જોવા મલી રહ્યો હતો. પરતું તે લોકોને એ ખબર ન હતી કે આ ખુશી માતમમાં ફેલાઈ જવાની છે. ત્યાના લોકોએ સ્વપના પણ ન વિચાર્યૂં હતું તેવી ઘટના બની હતી. આ દિવસનો અંત 1 લાખ 2 હજાર 37 લોકોના આસુંઓ સાથે થશે. એ 22 સેકન્ડ લોકોની જીંદગી જ પલટી ગઈ હતી. અચાનક 22 સેકન્ડ માટે 7.7 તીવ્રતાનો ભૂકંપ (Gujarat Earthquake 2001) આવ્યો હતો અને પુરા કચ્છને રોવડાવી ગયો હતો. ભચાઉ તાલુકાથી 12 કિલો મીટર દુર ચોબારી ગામ પાસેથી ઉદભવેલા ભૂકંપે 700 કિમી સુધીના વિસ્તારને અસર કરી હતી. જેમાં 20 હજાર લોકો મોતને ભેંટ્યા હતા. જ્યારે અંદાજે 1.50 લાખ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.અને આ કાળમુખા ભૂકંપમાં 4 લાખ જેટલા મકાનો જમીનદોસ્ત થઈ ગયા હતા.

700 કિલોમીટર અને 182 તાલુકાની ધજા ધ્રુજી

ભૂકંપના કારણે 700 કિમી સુધીના વિસ્તારમાં આવેલા 182 તાલુકાઓ પર અસર થઈ હતી. જેમાં અંદાજે 6 લાખથી વધુ લોકો ઘર વિહોણા થયા હતા. 238 કિલોમીટર દૂર આવેલા અમદાવાદ અને 357 કિલોમીટર દૂર આવેલા સુરતમાં પણ ભૂકંપના કારણે તબાહી મચી હતી. અમદાવાદમાં 81 બ્લિડીંગો પત્તાની જેમ વિખેરાઈ ગઈ હતી.જેમાં 752 લોકો મૃત્યુ પામ્યા હતા. સુરતમાં પણ હરેકૃષ્ણ નામની બિલ્ડીંગ ધરાશાયી થઈ હતી જેમાં 8 લોકોના કરૂણ મોત થયા હતા.

ગુજરાતના 21 જિલ્લામાં ભૂકંપની અસર

ગુજરાતમાં 21 જિલ્લામાં આવેલા 700 કિ.મી. સુધીના ઘેરાવામાં આ ભૂકંપની (Gujarat Earthquake 2001) ભારે અસર જોવા મળી હતી. જેમાં ગુજરાતના 18 શહેરો 182 તાલુકા 7904 ગામો ભૂકંપની ઝપેટમાં આવી ગયા હતા.

દેશ અને વિશ્વના ઇતિહાસમાં 26 જાન્યુઆરીના દિવસે નોંધાયેલી મહત્વપૂર્ણ ઘટનાઓ

1556: મુગલ સમ્રાટ હુમાયુનું સીડી પરથી પડીને મૃત્યુ

1930: બ્રિટિશ શાસન હેઠળ ભારતમાં પ્રથમ વખત સ્વરાજ દિવસની ઉજવણી કરવામાં આવી

1931: મહાત્મા ગાંધીને ‘સવિનય અવજ્ઞા ચળવળ’ દરમિયાન બ્રિટિશ સરકાર સાથે વાતચીત માટે મુક્ત કરવામાં આવ્યા હતા

1950: સ્વતંત્ર ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને ભારતને સાર્વભૌમ લોકશાહી પ્રજાસત્તાક જાહેર કરવામાં આવ્યું. ત્યારથી આ દિવસ ગણતંત્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે

1950: સી. ગોપાલાચારીએ ભારતના છેલ્લા ગવર્નર જનરલનું પદ છોડી દીધું અને ડૉ. રાજેન્દ્ર પ્રસાદે દેશના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે પદભાર સંભાળ્યો

1950: અશોક સ્તંભને રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારવામાં આવ્યો

1950: 1937માં સ્થપાયેલી ફેડરલ કોર્ટ ઓફ ઈન્ડિયાને ભારતની સર્વોચ્ચ અદાલત બનાવવામાં આવી

1957: જમ્મુ અને કાશ્મીરની ભારતીય બાજુને ઔપચારિક રીતે ભારતનો ભાગ બનાવવામાં આવ્યો

1963: કપાળ પર મુગટ જેવા ક્રેસ્ટ અને સુંદર પીંછાવાળા મોરને રાષ્ટ્રીય પક્ષી જાહેર કરવામાં આવ્યો

1972: દિલ્હીના ઈન્ડિયા ગેટ ખાતે રાષ્ટ્રીય સ્મારક અમર જવાન જ્યોતિનું અનાવરણ કરવામાં આવ્યું

1981: વાયુદૂત એરલાઇનની શરૂઆત

1982: ભારતીય રેલ્વેએ પ્રવાસીઓને ટ્રેનમાં મુસાફરી કરતી વખતે શાહી અને વૈભવી અનુભવ પ્રદાન કરવા માટે પેલેસ ઓન વ્હીલ્સ સેવા શરૂ કરી

2001: ગુજરાતના ભુજમાં 7.7ની તીવ્રતાનો ધરતીકંપ આવ્યો, જેમાં હજારો લોકો માર્યા ગયા

2008: પ્રજાસત્તાક દિવસના અવસર પર, દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે પરેડની સલામી લીધી. એન.આર નારાયણ મૂર્તિને ફ્રાંસ સરકારના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ધ ઓફિસર ઓફ ધ લીજન ઓફ અવર’થી નવાજવામાં આવ્યા હતા

2010: ભારતે મીરપુર ખાતે બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટ 10 વિકેટથી જીતીને શ્રેણી 2-0થી પોતાના નામે કરી

Your email address will not be published.